ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસ માટે મળશે આર્થિક સહાય
- કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. ૪૦,૦૦૦ જેટલી આર્થિક સહાય આપશે.
- પ્રારંભિક તબક્કે ૫૦૦ જેટલા નોડલ ઓફિસર નિયુક્ત કરીને ૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ અપાશે.
ગાંધીનગર, 29 નવેમ્બર: રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી માટે EDII (એન્ટરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા) સાથે MOU કરવામાં આવ્યા છે. જે અંતર ગત હવે સરકાર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરુ કરવા માટે રુ. 40,000 જેટલી આર્થિક સહાય આપશે.
વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા રાજ્ય સરકારે “વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા” પોલીસી અમલમાં મુકી
રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત આર્ટ, સાયન્સ, કોમર્સ, બી.એડ, લો કોલેજો તથા ગ્રામ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા તથા તેઓને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્ય સરકારે “વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા” પોલીસી અમલમાં મુકી છે. આ પોલીસીની અસરકારક અમલવારી માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી સંદર્ભે EDII સાથે MOU કરવામાં આવ્યા છે.
પ્રારંભિક તબક્કે 2000 જેટલા વિદ્યાર્થીઓને આર્થીક સહાય આપશે
આ પોલીસી અંતર્ગત પ્રારંભિક તબક્કે ૫૦૦ જેટલા નોડલ ઓફીસરની નિયુક્તિ કરીને કોલેજમાં અભ્યાસ કરતા ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને ઉદ્યોગ સાહસિકતા નીતિ પ્રોગ્રામ હેઠળ આવરી લઇ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ તેઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે ૪૦,૦૦૦/- રૂપિયા જેટલી આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓમાં રહેલા નવોન્મેષ વિચારો, સ્કીલ ને પ્લેટફોર્મ મળશે અને સમાજમાં નવા આંતરપ્રિન્યોર્સ તૈયાર થશે.
આ MOU પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ઉચ્ચ શિક્ષણ નિયામક પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો: અમદાવાદ: હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો સ્કૂલોના શિક્ષકોને CPR તાલીમ અપાશે