ઉત્તર ગુજરાત

ડીસામાં મૌલેશ વકૃત્વ કલાભિવ્યક્તિ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું

Text To Speech

પાલનપુર: વિદ્યાર્થીઓમાં પડેલી વકૃત્વની શક્તિઓને ખીલવવા માટે રોટરી ક્લબ ડીસા દ્વારા સ્વ.મૌલેશની યાદમાં રોટેરિયન ડો.ડી.કે.પટેલ દ્વારા પરમેનન્ટ પ્રોજેક્ટ તરીકે મૌલેશ મેમોરિયલ વકૃત્વ સ્પર્ધાનું આયોજન શનિવારના દિવસે કે.બી. અગ્રવાલ સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના ધોરણ પાંચ થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મને કેવું ડીસા ગમે તે વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી . તેમાં જુદી જુદી શાળામાંથી આવેલા સ્પર્ધકો દ્વારા વિષયની સરસ રજૂઆત કરવામાં આવેલ . જેમાં વિજેતા વિદ્યાર્થી તરીકે પ્રથમ નંબર સંયુક્ત રીતે જાહેર થયેલ જેમાં સોની આશ્રય વ્રજેશભાઈ આદર્શ પ્રાથમિક શાળા તેમજ દેસાઈ રિયા નટવરભાઈ કે.બી.અગ્રવાલ પ્રાથમિક શાળા, દ્વિતીય નંબરે નિયતિ લલિતભાઈ ઠક્કર એન્જલસ ઈંગ્લીશ મીડિયમ અને તૃતીય નંબરે વેણ તૃપ્તિ પ્રતાપભાઈ એન્જલસ ગુજરાતી મિડીયમ આવેલ . ત્યારબાદ માધ્યમિક વિદ્યાર્થીના વિદ્યાર્થીઓ માટે ‘ના જોઈએ યુદ્ધ કે આંધી- અમારે તો જોઈએ બુદ્ધને ગાંધી’ એ વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંકે દેસાઈ ધર્મિષ્ઠા નટવરભાઈ કે.બી.અગ્રવાલ માધ્યમિક શાળા અને દ્વિતીય ક્રમાંકે જોશી કિંજલ કમલેશભાઈ તથા તૃતીય ક્રમાંકે બારોટ માહી રોહિતભાઈ એન્જલ્સ માધ્યમિકશાળા ના સ્પર્ધકો આવ્યા હતા.આમ સાતમાંથી છ વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું હતું.

વિદ્યાર્થીનીઓ- humdekhengenews

 

આ કાર્યક્રમના સ્પોન્સર તરીકે ડીસાના ડો. ડી. કે. પટેલ તરફથી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને ઇનામ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે માનદસેવા પ્રો. તૃપ્તિબેન પટેલ અને પ્રોફેસર ડો.સંકેતભાઈ પારેખે આપેલ. કાર્યક્રમનું સંચાલન કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન ડો.ડિકેશભાઈ ગોહેલ દ્વારા અને સ્વાગત પ્રવચન ડો. એસ. ટી. કોટક દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button