એજ્યુકેશનટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

અમેરિકાએ ડીપોર્ટ કરેલા વિદ્યાર્થીઓ 5 વર્ષ સુધી અન્ય દેશમાં ભણવા નહીં જઈ શકે !!

તાજેતરમાં યુએસના એરપોર્ટ પરથી ભારતના કેટલાક વિધાર્થીઓને સીધેસીધા ડિપોર્ટ કરી દેવાયા હતા. હવે આ સ્ટુડન્ટસ માટે આગામી પાંચ વર્ષ સુધી અમેરિકાના દરવાજા બધં થઈ જાય તેવી શકયતા છે. તેમના વિઝા પણ કેન્સલ કરી દેવાયા છે એટલે એકસપર્ટનું કહેવું છે કે હવે આ લોકોને 5 વર્ષ સુધી કદાચ યુએસમાં એન્ટ્રી નહીં મળે. એટલું જ નહીં, આ વિધાર્થીઓને હવે કેનેડા, યુકે અથવા ઓસ્ટ્રેલિયા ભણવા જવું હશે તો તેના માટે પણ દરવાજા બધં થઈ શકે છે. એટલે કે ટોચના દેશોમાં ફોરેન એયુકેશન મેળવવાનું અત્યતં મુશ્કેલ બની જશે. એકસપર્ટનું કહેવું છે કે ભવિષ્યમાં આ સ્ટુડન્ટસ કોઈ મલ્ટિનેશનલ કંપની માટે એચ–વનબી વિઝા મેળવવાનો પ્રયાસ કરશે ત્યારે પણ તેમને ઘણી સમસ્યા થઈ શકે છે. શકય છે કે અમેરિકન કંપની તેમને એચ–વનબી વિઝા માટે સ્પોન્સર કરવા તૈયાર હોય છતાં અમેરિકા તેને વિઝા ન આપે.

એક વિદ્યાર્થીને રૂ.3 લાખ સુધી ગુમાવવા પડશે

જે વિધાર્થીઓને યુએસના એરપોર્ટ પરથી જ ડિપોર્ટ કરી દેવાયા છે તેમને સારો એવો નાણાકીય આંચકો પણ લાગશે. આ વિધાર્થીઓ એફ–1 વિઝા પર અમેરિકા ગયા હતા. તેમણે વિઝાની ફી, વિમાન ભાડું, યુનિવર્સિટીની એપ્લિકેશનનો ખર્ચ, કન્સન્ટેશન ચાર્જિસ વગેરે બધું ગુમાવવું પડું છે. દરેક સ્ટુડન્ટને ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયાનો આંચકો લાગ્યો છે. અમેરિકાએ એક જ દિવસમાં 21 ભારતીય સ્ટુડન્ટને ઘરભેગા કરી દીધા છે. તેના કારણે યુએસના વિઝા મળી જાય પછી પણ કેટલું જોખમ હોઈ શકે તે વાત સ્પષ્ટ થઈ છે. આમાંથી ઘણા સ્ટુડન્ટસ આંધ્રપ્રદેશ અને તેલંગણાના હતા અને તેઓ તમામ વિઝા ફોર્માલિટી પૂરી કરીને પછી અમેરિકા પહોંચ્યા હતા.

ભારતીય વિદ્યાર્થીઓ નિરાશ થયા

મિડિયા રિપોટર્સ પ્રમાણે એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસર્સ દ્રારા આ વિધાર્થીઓના ડોકયુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા અને તેમને થોડા સમય માટે ડિટેઈન કરવામાં આવ્યા હતા. આવી ઘટના એટલાન્ટા, શિકાગો અને સેન ફ્રાન્સિસ્કોના એરપોર્ટ પર બની છે. આ બનાવથી ભારતીય વિધાર્થીઓ એકદમ નિરાશ થઈ ગયા છે કારણ કે તેમને લાગતું હતું કે તમામ પ્રકારની વિઝા રિકવાયરમેન્ટ પૂરી કર્યા પછી હવે તેમને કોઈ સમસ્યા નડવાની ન હતી.

ડિપોર્ટ કર્યાનું કારણ પણ અકબંધ

અમેરિકાએ ભારતીય સ્ટુડન્ટસને શા માટે ડિપોર્ટ કર્યા તેનો પણ કોઈ સ્પષ્ટ ખુલાસો નથી આપ્યો. કેટલાક સ્ટુડન્ટે કહ્યું કે તેમના મોબાઈલ ફોન અને વોટસઅપ ચેટની પણ ચકાસણી કરવામાં આવી હતી. તેમને શાંતિપૂર્વક અમેરિકા છોડી જવા સૂચના અપાઈ હતી અને તેઓ જરા પણ વાંધો ઉઠાવે કે વિરોધનો સૂર વ્યકત કરે તો તેમની સામે કાનૂની પગલાં લેવાની ધમકી આપવામાં આવી હતી. ભારતીય સ્ટુડન્ટસે મિસુરી અને સાઉથ ડાકોટાની યુનિવર્સિટીઓમાં એડમિશન લીધું હતું. મે અને જૂન મહિનામાં મોટી સંખ્યામાં એફ–1 વિઝા આપવામાં આવતા હોય છે. આ વખતે ભારતમાં પાંચ કોન્સ્યુલેટ ખાતે 42750 વિધાર્થીઓને એફ 1 વિઝા આપવામાં આવ્યા હતા. તેની સામે 2022માં મેથી જૂન મહિનામાં માત્ર 38309 એફ 1 વિઝા ઈશ્યૂ થયા હતા.

Back to top button