ટ્રેન્ડિંગનેશનલ

હરિયાણાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ જાતિવાદી સૂત્રોચ્ચાર કર્યા, વીડિયો વાયરલ થતા હોબાળો મચ્યો

Text To Speech

સોનીપત (હરિયાણા), 28 માર્ચ: હરિયાણાની અશોકા યુનિવર્સિટીમાં છેલ્લા 8 દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેઓ પોતાની 3 માંગણીઓને લઈને સતત વિરોધ કરી રહ્યા છે. જ્યાં તેઓ જય ભીમ-જય મીમ-જય સાવિત્રી-જય ફાતિમાના નારા લગાવીને ક્લાસ રૂમમાં ‘બ્રાહ્મણ-બનિયાવાદ મુર્દાબાદ’ ના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. જેના વીડિયો સોશિયલ  મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓની મુખ્ય 3 માંગણીઓ શું છે?

અશોકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ત્રણ મુખ્ય માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. તેમની પ્રથમ માંગ વાર્ષિક જાતિ ગણતરીની છે. બીજી માંગ તરીકે તેઓ યુનિવર્સિટીમાં આંબેડકર સ્મારક વ્યાખ્યાનનું આયોજન કરવા માંગે છે. આ સાથે તેમની ત્રીજી માંગ છે કે લેટ ફી પેમેન્ટ પોલિસીમાં સુધારો કરવામાં આવે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જ્યારે તેમને એડમિશન મળ્યું ત્યારે યુનિવર્સિટીએ ફી અંગે વાત કરી ન હતી, પરંતુ હવે નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે.

યુનિવર્સિટીએ માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો 

હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ છેલ્લા છ દિવસથી યુનિવર્સિટીની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ યુનિવર્સિટી પ્રશાસને તેમની ત્રણેય માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ હવે તેઓ બે દિવસથી યુનિવર્સિટીની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ માત્ર એ જ અધિકારોની માંગ કરી રહ્યા છે જે બંધારણમાં છે.

આ પણ વાંચો: અમરેલીમાં સિંહ સાથે સેલ્ફી લેવી ભારે પડી, વીડિયો વાયરલ થતાં બે અમદાવાદી જેલ ભેગા

Back to top button