અમદાવાદએજ્યુકેશનગુજરાત

ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ કાઉન્સિલના પોર્ટલ પર આધારકાર્ડ લિંક કરવું પડશે

Text To Speech

અમદાવાદઃ ફાર્મસી કોલેજમાં ભણતા તથા ભણાવતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ આધારકાર્ડ ફાર્મસી કાઉન્સિલના પોર્ટલ પર લિંક કરવું પડશે. બોગસ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દૂર કરવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર દેશની ફાર્મસી કોલેજમાં અને ખાનગી યુનિવર્સિટીમાં આધાર બેઝ વિદ્યાર્થી અને પ્રોફેસરનું વેરિફિકેશન કરવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ફાર્મસી કાઉન્સિલના પોર્ટલ પર ફરજિયાત આધારકાર્ડ લિંક કરવાનું થશે. આ નિર્ણયના અમલથી બોગસ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દૂર થશે. બોગસ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર પકડશે તો કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવશે.

નવી પોલિસીથી નવા ફાર્મસી પ્રોફેસરની પણ ભરતી થશે
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલે જણાવ્યું હતું કે, ફાર્મસીનું ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે આ સુધારો કરાયો છે. આ નવી પોલિસીથી નવા ફાર્મસી પ્રોફેસરની પણ ભરતી થશે. પ્રોફેસરોને હવે કાયદા મુજબ કોલેજોએ પગાર આપવો પડશે. નિયમનું ઉલ્લંઘન કરનાર કોલેજ સામે ફાર્મસી એક્ટ હેઠળ કાર્યવાહી થશે. બે મહિના પહેલા જ ફાર્મસી માફિયા પર અંકુશ લાવવા માટે પણ 75 વર્ષે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ભારત સરકારે જનવિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરીને કાયદો કડક કર્યો છે. હવેથી ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફાર્માસિસ્ટ પોતાના રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી સર્ટિફિકેટ મેડિકલ સ્ટોર ચલાવવા ભાડે આપશે તો 1 લાખનો દંડ કરવામાં આવશે. અગાઉ 1 હજારનો દંડ અને 6 માસની સજા હતી. જૂના કાયદામાં સુધારો કરીને દંડની રકમ 1 લાખ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પોતાના બુથમાં ભાજપને જીતાડી ના શકે તેને ટીકીટ કે પદ નહીં મળેઃ પાટીલની કાર્યકરોને ટકોર

Back to top button