વિદ્યાર્થીએ ગણિતના પેપરમાં લખી શાયરી, શિક્ષકે વીડિયો બનાવી કર્યો શેર, જૂઓ અહીં
- ગણિતના પેપરમાં વિદ્યાર્થીએ શાયરી લખી પાસ થવાની ઈચ્છા દર્શાવી
- શાયરી વાંચ્યા પછી શિક્ષકે પણ કહ્યું, ‘લે દિકરા, તને પાસ કરી દીધો.’
HD ન્યૂઝ ડેસ્ક, 7 જુલાઈ: વિદ્યાર્થીઓ ઘણી વખત તેમની પરીક્ષામાં એવા પરાક્રમો કરે છે કે શિક્ષકો તેમને જોઈને ચોંકી જાય છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ તો તેમની આન્સરશીટ પર ગીત પણ લખે છે, તો કેટલાક ટીચરને નોટ ચોંટાડીને ભાવનાત્મક સંદેશો છોડે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે. જ્યાં એક વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન તેની ગણિતની ઉત્તરવહીમાં એક શાયરી લખી છે. જ્યારે શિક્ષક તેની આન્સરશીટ તપાસવા બેઠા ત્યારે તેમણે ઉત્તરપત્રના એક પાના પર શાયરી લખેલી જોઈ. છોકરાની શાયરીથી માસ્ટરજી પ્રભાવિત થયા અને તેમણે તેનો વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
માસ્ટરજીએ જ વીડિયો બનાવીને કર્યો વાયરલ
વીડિયોમાં માસ્ટર છોકરાની આન્સરશીટ બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે છોકરાનું નામ હર્ષ બેનીવાલ છે અને આ છોકરાને MCQમાં 18 માર્ક્સ આવ્યા છે. બીજા પ્રશ્નમાં છોકરાને 5 માર્ક્સ આવ્યા છે. છોકરાએ કેટલાક વધુ પ્રશ્નો પણ સોલ્વ કર્યા છે જેમાં તેને દોઢ અને બે માર્કસ આવ્યા છે. છોકરાના કુલ માર્કસ 26.5 માર્કસ છે. માસ્ટર સાહેબે તેને રાઉન્ડ ફિગર બનાવીને 27 માક્સ આપ્યા છે. છોકરાએ નકલના છેલ્લા પાના પર એક શાયરી લખી છે, જે શિક્ષક વાંચી રહ્યા છે. છોકરાએ લખ્યું છે, ‘ભણી-ભણીને શું કરવાનું? એક દિવસતો મરવાનું જ છે ને, તેમ છતાં પણ પાસ થવાની ઈચ્છા છે.’ શાયરીને વાંચ્યા પછી માસ્તર સાહેબે કહ્યું કે, ‘લે દિકરા , તને પાસ કરી દીધો.’
અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
લોકોએ ટિપ્પણી કરી યુટ્યુબર હર્ષ બેનીવાલની લીધી મજા
ટીચરે આ વાયરલ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી શેર કર્યો છે અને વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- હર્ષ બેનીવાલની આન્સરશીટ આવી ગઈ છે. જે બાદ વીડિયો પર પ્રખ્યાત યુટ્યુબર હર્ષ બેનીવાલની કોમેન્ટ પણ આવી છે અને કોમેન્ટ કરતી વખતે તેમણે માસ્ટર જીનો આભાર માન્યો છે. સમાચાર લખાયા ત્યાં સુધી 79 લાખ લોકોએ તેને જોયો છે અને 4 લાખ લોકોએ તેને પસંદ કર્યો છે. ઘણા યુઝર્સે વીડિયો પર કોમેન્ટ કરીને યુટ્યુબર હર્ષ બેનીવાલની મજા લીધી છે.
આ પણ વાંચો: 2 વિદ્યાર્થીએ આન્સરશીટમાં ચોંટાડયા 500 રૂપિયા, લખ્યું પ્લીઝ પાસ કરી દો.
આ પણ વાંચો: ‘આ તો પારલે ગર્લ છે’; બાળકીએ આધાર કાર્ડ માટે આપ્યો ક્યૂટ પોઝ, VIDEO થયો વાયરલ