ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીનો આપઘાત, વાપીમાં નદીના પુલ પરથી લગાવી મોતની છલાંગ
આજે GSEB 12નું વિજ્ઞાન પરિણામ જાહેર થયું છે. ત્યારે રિઝલ્ટ જાહેર થતાની સાથે જ વાપીમાં એક વિદ્યાર્થીનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. વાપીની વિદ્યાર્થીની પરીક્ષામાં ફેઈલ થતા પારડી નદી પરથી મોતની છલાંગ લગાવતા તેનું મોત થયુ છે.
પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થી એ કર્યો આપઘાત
આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણાંમ જાહેર થયું છે. આ પરિણામથી કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ સારુ આવતા તેઓ ખુશ છે તો કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ સારુ ન આવતા તેમનામાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે આ પરીક્ષામાં નાપાસ થતા એક વિદ્યાર્થીએ આપધાત કરી લીધો હોવાનુ પણ સામે આવ્યું છે.
વાપીની વિદ્યાર્થીનીએ નદીના પુલ પરથી ઝંપલાવ્યું
વાપીમાં પારડીની ધોરણ 12ની વિદ્યાર્થિનીએ પરિણામ સારુ ન આવતા નદીના પુલ પરથી કુદીને આપઘાત કરી લીધો છે. જાણકારી મુજબ મૃતક વિદ્યાર્થિની ફરીવાર પરીક્ષામા નાપાસ થતા અંતિમ પગલુ ભરી લીધું છે. ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નેહા કમલેશભાઇ પટેલ (ઉ.વ.17, રહે. મોટા વાઘછીપા) નામની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીને નદીમાં કુદતા જોઈ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીનીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેને બચાવવામા થોડુ મોડુ થઈ ગયું અને વિદ્યાર્થીનીએ ત્યાંજ દમ તોડી દીધો હતો.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો
આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પારડી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના સભ્યો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીમાંથી મૃત હાલતમાં લાશ બહાર કાઢી હતી. નેહા ફરીવાર પરીક્ષામાં નાપાસ થતાં આઘાતમાં આવી જઈ અંતિમ પગલું ભર્યું હતું. જેથી પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો : માનહાની કેસમા હાલ રાહુલ ગાંધીને રાહત નહીં, હવે ઉનાળા વેકેશન બાદ આવી શકે છે ચુકાદો