ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Earthquake Tremors in Delhi: દિલ્હી-NCRમાં સવાર સવારમાં ધરતી ધણધણી, લોકો ઊંઘમાં હતા ને ઈમારતો ડોલવા લાગી

Text To Speech

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2025: દિલ્હીમાં સોમવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. કેટલીય સેકન્ડ સુધી ધરતી ડોલતી રહી. લોકો ડરના કારણે પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (National Centre For Seismology)ના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.0 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર દિલ્હીની પાસે ધરતીની અંદર 5 કિમી હતું. એટલા માટે આકરા ઝટકા અનુભવાયા હતા. થોડી સેકન્ડ સુધી ચાલનારા આ ભૂકંપના ઝટકા એટલા તેજ હતા કે ઈમારતોની અંદર જોરદાર ધ્રુજારી ઉત્પન્ન થઈ હતી. ભૂકંપ સવારે 5 વાગ્યેને 36 મિનિટ પર આ્યો, જેના કારણે લોકોની ઊંઘ ઉડી ગઈ.

એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆનમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તેની નજીક એક તળાવ છે. આ પ્રદેશમાં દર બે થી ત્રણ વર્ષે એક વાર નાના અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવે છે. તેમણે કહ્યું કે, 2015માં અહીં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દિલ્હી-એનસીઆર તેમજ પડોશી રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોમાં ગભરાટ ફેલાયો અને તેઓ સાવચેતી રૂપે પોતાના ઘરની બહાર નીકળી ગયા. હાલમાં, ક્યાંયથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું

પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ‘દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

દિલ્હી-એનસીઆર ભૂકંપ ઝોન IV માં આવે છે, જેના કારણે અહીં મધ્યમથી ગંભીર ભૂકંપનો ભય રહેલો છે. દિલ્હી એનસીઆરમાં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાય છે, પરંતુ આ તીવ્રતાના આંચકા ઘણા સમય પછી અનુભવાયા છે. દાયકાઓ પછી, ભૂકંપનું કેન્દ્ર પણ દિલ્હી નજીક હતું. કંપન એટલું જોરદાર હતું કે લોકોના ઘરોમાં પલંગ, પંખા અને અન્ય વસ્તુઓ ધ્રુજવા લાગી. એવું લાગતું હતું કે પૃથ્વીની અંદર કંઈક મોટું થઈ રહ્યું છે. ઘરોના બધા દરવાજા અને બારીઓ ધ્રુજવા લાગ્યા હતા. દિલ્હીના નેતાઓએ ભૂકંપની પુષ્ટિ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ મદદ લીધી છે.

આ પણ વાંચો: IPL શરૂ થતા પૂર્વે જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા નહીં રમી શકે મેચ, જાણો કેમ

Back to top button