ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

તાઇવાનની ધરતી 7.2ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી ધ્રુજી ઉઠી, સુનામીની ચેતવણી

Text To Speech
  • વિનાસકારી ભૂકંપના કારણે ગગનચુંબી ઈમારતો નમી ગઈ, જાપાનના બે ટાપુઓમાં સુનામી
  • ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર જાણવા મળ્યા નથી 

તાઈપેઇ, 3 એપ્રિલ: તાઈવાનની રાજધાની તાઈપેઈ આજે બુધવારે જોરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી છે. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના પછી જાપાનના બે ટાપુઓ પર સુનામી આવી છે.  તાઈવાનના હુઆલીનથી ભૂકંપની ઘણી તસવીરો અને વીડિયો બહાર આવ્યા છે, જેમાં ગગનચુંબી ઈમારતો વિનાસકરી ભૂકંપને કારણે નમી ગઈ અથવા  ધરાશાયી થઈ ગઈ છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાની બાજીની જેમ વિખેરાઈ ગઈ છે. આ ભૂકંપની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં પાંચ માળની ઈમારત નમેલી જોવા મળી રહી છે. અનેક લોકો ઈમારતોમાં ફસાયા હોવાની આશંકા છે. તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

 

 

 

ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા!

તાઈવાનમાં આવેલા આ ભૂકંપને 25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, તાઈવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી છે કે તેના આંચકા ચીનના શાંઘાઈમાં પણ અનુભવાયા છે. ચીની મીડિયાનું કહેવું છે કે, ચીનના ફુઝોઉ, ઝિયામેન, ઝુઆનઝોઉ અને નિંગડેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

 

ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ

તાઈવાનમાં આવેલા ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જાપાનનું કહેવું છે કે, ઓકિનાવા પ્રાંતની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સુનામી તરંગો ત્રણ મીટર સુધી ઊંચા હોઈ શકે છે.

 

 

આ પણ જુઓ: તુર્કીની રાજધાની ઇસ્તંબુલના નાઈટ ક્લબમાં આગ લાગતા 29 લોકોના મૃત્યુ

Back to top button