ગુજરાતટોપ ન્યૂઝ

જંત્રી મુદ્દે બિલ્ડર્સ-ડેવલપર્સનું કડક વલણ, આજે દસ્તાવેજ નહીં કરી વિરોધ વ્યક્ત કરશે

રાજ્ય સરકાર અને રિઅલ એસ્ટેટના સ્ટેક હોલ્ડર વચ્ચે જંત્રીનો મુદ્દો ધીમે ધીમે વધુ તેજ બની રહ્યો છે. જેમાં એક તરફ સરકાર જંત્રી વધારીને સ્ટેમ્પ ડ્યૂટીથી અંદાજે 18 કરોડ રૂપિયા સુધીની આવક કરવા માટેની તૈયારી કરી રહ્યું છે, ત્યારે રિઅલ એસ્ટેટના સભ્યોને ડર છે કે જંત્રીના વધારાથી ફરી એકવખત મંદીનું મોજુ ફરી ન વળે, જેના માટે આજે શુક્રવારે રાજ્યના તમામ બિલ્ડર્સ, ડેવલપર્સે એક પણ નવો દસ્તાવેજ નહિ કરવા અને જંત્રીના દરમાં થયેલો વધારો પાછો ખેંચવા માટે વિવિધ જિલ્લામાં ક્લેકટરને આવેદન આપશે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણીની વરણી

છેલ્લા 5 દિવસથી જંત્રી મુદ્દે વિવિધ રૂપે રાજ્ય સરકારને રજુઆતો કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર તરફથી કોઈ પણ બાંહેધરી આપવામાં આવી રહી નથી. આ સ્થિતિમાં નેશનલ રિયલ એસ્ટેસ ડેવલમેન્ટ કાઉન્સિલ (નારેડકો) એલાન કર્યુ છે. શુક્રવારે સ્ટેમ્પ રજિસ્ટ્રેશન ઠપ કર્યા બાદ શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસમાં સરકાર દ્વારા જંત્રીના દરમાં થયેલો વધારો પરત ન ખેંચાય, તેનો અમલ સ્થગિત ન રખાય તો રાજ્યભરમાં આંદોલનની પણ ચિમકી અપાઈ છે. બીજી તરફ ક્રેડાઈ અમદાવાદ ગ્રાહેડ સાથે સંકળાયેલા બિલ્ડર્સ, ડેવલપર્સ શુક્રવારે કલેક્ટરોને આવેદન પત્રો આપીને જંત્રીનો વિરોધ કરશે.

gujarat jantri Hum Dekhenege News

નારેડકો તરફથી પ્રમુખ સુરશ પટેલ તમામ સ્ટેક હોલ્ડરના હિતમાં વિચારતા કહેવામાં આવ્યું છે કે, બાંધકામ સાથે સંકળાયેલા લોકોને જંત્રીના દર વધારાથી મંદીનો ડર સતાવી રહ્યો છે. એક તરફ સરકાર એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવાની વાત કર છે અને તેની વચ્ચે જંત્રીના ભાવ વધારાથી ત્યાં જ બ્રેક લાગશે. આ ઉપરાંત રિડેવલપમેન્ટમાં પણ પ્રોજેક્ટને અસર થશે. આ જોતાં નવા પ્રોજેક્ટથી લઈ ચાલુ પ્રોજેક્ટમાં તમામ માર્ચે ડેવલ્પરને મોટી સમસ્યા જોવા મળી શકે છે. આ માટે શુક્રવારે કોઈ પણ દસ્તાવેજ ન કરવાનો નિર્ણય કર્યો છે. જે પછી શનિ-રવિમાં સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવામાં આવે તો સોમવારે તમામ ડેવલપર્સ સાથે બેઠક કરી આંદોલનની રણનીતી બનાવવામાં આવશે.

આ પણ વાંચો : જંત્રી મુદ્દે બિલ્ડરોનું કડક વલણ પણ શું સરકાર નમતું જોખવા તૈયાર નથી ?

એટલું જ નહીં આગામી ત્રણ દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ ડેવલર્સ દ્વારા તેમના સ્થાનિક ધારાસભ્યો અને લોકસભા સાંસદોને રજુઆત કરવાની યોજના નારેડકો દ્વારા બનાવવામાં આવી છે. નારેડકોએ તરફથી કહેવામાં આવ્યું કે, સરકાર આ મુદ્દા પર યોગ્ય બેઠકો કરી સરકાર નવી જંત્રીનો અમલ સ્થગિત કરી 60થી 90 દિવસનો સમય આપે તેવી માંગ છે. તેમજ આગામી સમયમાં સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન થાય તે રીતે નિર્ણય કરવા માટે સરકારને રજુઆત કરવામાં આવશે.

આ તરફ સરકાર હાલ કોઈ પણ સંજોગોમાં જંત્રીનો નિર્ણય પાછો લેવાના મૂળમાં નથી. તેમજ આ નિર્ણય પર સરકારે ચોક્કસ ચર્ચા વિચારણા બાદ જ જાહેરાતો કરી છે. તેથી જંત્રી ઘટાડવા કે તેમાં કોઈ પણ રાહત આપવા માટે સરકારની અંદર કોઈ જ વિચારણા નથી. કેમકે ક્યાંક ને ક્યાંક નવા દસ્તાવેજ માટેના ટોકનની પણ ઇન્કવાયરી શરૂ થઈ રહી છે. જેથી સરકાર તમામ બાબતો પર નજર રાખીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે.

Back to top button