ટોપ ન્યૂઝનેશનલ

કોરોના સામે આજથી આ 6 દેશોમાંથી આવતા આંતરાષ્ટ્રીય મુસાફરો માટે લાગશે કડક નિયમ, રાજ્યો પણ એક્શનમાં

દુનિયામાં કોરોનાના ભણકારા અને ભય વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકાર તરફથી તમામ તકેદારીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ માટે જ આજથી એટલે કે, 1 જાન્યુઆરી, 2023 થી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોનાને લઈ નિયમો કડક કરવામાં આવ્યા છે. ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડ સહિત છ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બની ગયો છે.

આ પણ વાંચો : કોરોનાના આક્રોશ વચ્ચે શી જિનપિંગે દેશને સંબોધન કર્યું, કહ્યું- આપણી સામે આશાનું કિરણ છે…

ક્યા દેશ માટે લાગુ પડશે નિયમ

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, 6 દેશોમાંથી આવતાં મુસાફરોએ પહેલા એર સુવિધા પોર્ટલ પર તેમનો નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેઓ આવું નહીં કરે તેમને ભારતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સરકારે જે દેશો માટે RT-PCR ફરજિયાત બનાવ્યું છે તેમાં ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી આવતાં લોકોનું રેન્ડમ ચેકિંગ એરપોર્ટ પર કરવામાં આવી રહી છે.

covid cases

આ તરફ સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 40 જેટલાં દિવસ કોરોના સંક્રમણના સંદર્ભમાં ખૂબ જ ગંભીર બની શકે છે. કોરોનાના ભૂતકાળના ટ્રેન્ડને જોતા એવું લાગે છે કે આ વખતે પણ જાન્યુઆરી બહુ ભારે નહીં હોય પણ આગામી દિવસોમાં સ્થિતિ બગડી શકે છે. જેથી તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : કોવિડ-19: કોરોનાના ખતરા વચ્ચે ભારત માટે આગામી 40 દિવસ મહત્વપૂર્ણ

વિવિધ રાજ્યો તરફથી પણ કોરોના પગલે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જેમાં કર્ણાટક સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નવી ગાઈડલાઇન અનુસાર કોરોના જોખમના દેશોમાંથી આવતા તમામ મુસાફરો માટે આગમનના સમયથી 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત છે. જો એરપોર્ટ પર આવતા પેસેન્જરમાં કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળે છે, તો તેને તાત્કાલિક કોવિડ સેન્ટરમાં સારવાર માટે મોકલવામાં આવશે.

Health Minister To Discuss Covid Preparedness

ભારતમાં સંક્રમણ ફેલાવવાનો ડર

ચીનથી પ્રથમ લહેર ભારત સુધી પહોંચતા 7 મહિના લાગ્યા હતા. પણ હવે એવું નથી. કોરોનાનું BF-7 વેરિઅન્ટ 15 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. અને તેથી ભારતમાં પણ તે ઝડપથી ફેલાવાનો ભય છે.અત્યાર સુધીનો ટ્રેન્ડ દર્શાવે છે કે 35 થી 40 દિવસમાં કોરોના વેવ પૂર્વ એશિયાથી ભારતમાં પહોંચ્યો હતો. પ્રથમ વેવમાં, 61 દિવસમાં ચીનથી પહેલો કેસ ભારતમાં પહોંચ્યો છે.

આ પણ વાંચો : Black Friday: PMએ માતા ગુમાવ્યા તો માતાને સરપ્રાઈઝ આપવા જતા રિષભ પંતની કારને નડ્યો અકસ્માત, જુઓ વીડિયો

Back to top button