અમદાવાદઃ 11 જૂન સુધી મેગા ટ્રાફિક ડ્રાઈવ, રોંગસાઈડ તથા HSRP નંબર પ્લેટ વગરના વાહનચાલકો સામે થશે કડક કાર્યવાહી
અમદાવાદમાં શહેર કમિશ્નર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિક પોલીસે HSRP નંબર પ્લેટને લઈને આ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા 11 જૂન સુધીમાં HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. તેની સાથે રોંગ સાઈડ પર વાહન ચલાવનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે
અમદાવાદ ટ્રાફિક પોલીસે ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર અને HSRP નંબર પ્લેટ વગરના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું પાલન થાય તેની માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. પહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. ત્યારે હવે ફરી એકવાર ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ પર વાહન ચલાવનાર અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા ડ્રાઈવનું આયોજન કર્યું છે.
HSRP નંબર પ્લેટ વગરના લોકો તેમજ રોંગ સાઈડ પર વાહન હાંકનાર લોકો સામે કાર્યવાહી
રોંગ સાઈડ પર વાહન ચલાવવાને કારણે ગંભીર અકસ્માતો થતા હોય છે. ત્યારે કેટલાક અકસ્માત થતા વાહનની HSRP નંબર પ્લેટ ન હોવાને કારણે અકસ્માત કરનારની ઓળખ કે શોધખોળ કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે. જેને ધ્યાને રાખી એક અઠવાડિયા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા HSRP નંબર પ્લેટ વગરના લોકો તેમજ રોંગ સાઈડ પર વાહન હાંકનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડ્રાઈવ 11 જૂન સુધી ચાલશે. આ ડ્રાઈવમાં વાહનોને લઈને એક ચોક્કસ દંડ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ટુ વ્હીલર ચાલકને રૂ.1500નો દંડ અને ફોર વ્હીલર ચાલકો માટે 3000 અને ભારે વાહનો માટે 5000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે.
11 જૂન સુધી ડ્રાઈવ ચાલશે
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.અકસ્માતોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે રોંગ સાઈડ આવતા વાહનોને કારણે અકસ્માત સર્જાતા હોય છે. જેમાં કેટલાક વાહન ચાલકો ભાગી જતા હોય છે.તેમજ HSRP નંબર પ્લેટ ન હોવાને કારણે તેઓની શોધખોળ કરવામાં મુશ્કેલી થતી હોય છે. જેને ધ્યાને રાખી કમિશ્નર દ્વારા 11 જૂન સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.