ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત રાજ્યના કારણ વિના ગેરહાજર રહેતાં શિક્ષકો પર કરાઈ કડક કાર્યવાહી

Text To Speech
  • ઘણાં શિક્ષકો તો જાણ બહાર વિદેશ જતાં રહ્યાનો પણ ઘટસ્ફોટ થયો
  • કાર્યવાહી હેઠળ એક શિક્ષકને નોકરી પર ફરી હાજર કરવામાં આવ્યા
  • ચાર શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે

ગુજરાત રાજ્યના કારણ વિના ગેરહાજર રહેતાં શિક્ષકો પર કડક કાર્યવાહી કરાઈ છે. જેમાં રાજ્યભરમાં શિક્ષકો કારણ વગર લાંબા સમયથી ગેરહાજર રહેતાં હોવાના અનેક અહેવાલો સામે આવ્યા હતાં. ઘણાં શિક્ષકો તો જાણ બહાર વિદેશ જતાં રહ્યાનો પણ ઘટસ્ફોટ થયો હતો.

ચાર શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે

આ બાબતે સરકારે આવા તમામ શિક્ષકો સામે વિવિધ જિલ્લામાં કડક એક્શન લેવામાં આવી રહ્યાં છે. જે દરમિયાન ગાંધીનગર જિલ્લામાં પણ કારણ વિના ગેરહાજર રહેતાં પ્રાથમિક વિભાગના શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ એક શિક્ષકને નોકરી પર ફરી હાજર કરવામાં આવ્યા છે અને ચાર શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદેશ ગમન સહિતના કિસ્સાઓમાં સાત શિક્ષકો દ્વારા નોકરી પર હાજર થવાના બદલે રાજીનામા આપી દેવાતા તેનો સ્વીકાર કરી લેવાયો છે.

નાણાં વિભાગના ગેઝેટ 2006ના જાહેરનામાં અનુસાર કાર્યવાહી કરવામાં આવી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. પિયુષ પટેલે જણાવ્યું, કે છેલ્લી નોટિસ હોવા છતાં હાજર નહીં થયેલાં શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકાની ઉવારસદ કુમાર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક ચૌધરી નિર્મલાકુમારી અમૃતલાલ, ગાંધીનગર તાલુકાના ટીંટોડી પ્રાથમિકા શાળાના મદદનીશ શિક્ષક ગઢવી રાજેશકુમાર દાદુભાઈ, કલોલ તાલુકાની વાંસજડા(ક) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક મોદી પ્રિયંકાબેન જયંતીલાલ અને કલોલ તાલુકાની ઉનાલી પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક પટેલ રૂપલબેન નટવરભાઈનો સમાવેશ થાય છે. આ તમામ શિક્ષકો સામે ગુજરાત પંચાયત સેવાના શિસ્ત અને અપિલના નિયમો તથા નાણાં વિભાગના ગેઝેટ 2006ના જાહેરનામાં અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી ગોઝારો અકસ્માત, ટ્રક અને બાઈકની ટક્કરમાં બે લોકોએ જીવ ગુમાવ્યા

Back to top button