ગુજરાતમાં બોગસ બિલિંગને અટકાવવા માટે ઇન્કમટેક્સ વિભાગની કડક કાર્યવાહી
- બોગસ બિલની રકમ આઇટી રિટર્નમાં દર્શાવી હશે તો 200 ટકા સુધીનો દંડ
- સમગ્ર દેશમાં જીએસટી વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન ડ્રાઇવ યોજવામાં આવી
- જીએસટીની વિગત ઇન્કમટેકસ વિભાગને આપવાનો કરાર કરવામાં આવ્યો
ગુજરાતમાં બોગસ બિલિંગને અટકાવવા માટે ઇન્કમટેક્સ વિભાગની કડક કાર્યવાહી કરી છે. જેમાં બોગસ બિલની રકમ આઇટી રિટર્નમાં દર્શાવી હશે તો 200 ટકા સુધીનો દંડ થશે. જીએસટી અને આઇટી વચ્ચે ડેટા આપ-લે અંતર્ગત થયેલા કરારને લીધે કાર્યવાહી થશે. તથા જીએસટી-આઇટી રિટર્નની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
સમગ્ર દેશમાં જીએસટી વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન ડ્રાઇવ યોજવામાં આવી
વેપારીએ બોગસ બિલ લીધા બાદ તે રકમને આઇટી રિટર્નમાં દર્શાવી હશે તો 200 ટકા સુધીનો દંડ વસુલ કરવામાં આવશે. કારણ કે ખોટી રીતે બિલ લીધા હોવાના કારણે તેને ઇન્કમટેક્સના રિટર્નમાં દર્શાવી શકાય નહીં. તેમજ જ્યારે જીએસટી દ્વારા ઇન્કટેક્સ વિભાગને ડેટા આપશે ત્યારે કરદાતાને તે નાણાં ચુકવવાની તૈયારી રાખવી પડશે. બોગસ બિલીંગના વધતા દૂષણને અટકાવવા માટે સમગ્ર દેશમાં જીએસટી વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. તેમાં અધિકારીઓ દ્વારા જીએસટી રજિસ્ટ્રેશન વખતે રજૂ કરેલા દસ્તાવેજના આધારે શરુ કરાયેલી કંપનીઓની તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આંખની બીમારીના દર્દી વધ્યા, બાળકોની ખાસ કાળજી રાખજો
ઇન્કમટેક્સ વિભાગ પણ બોગસ બિલ લેનારાઓ સામે કાર્યવાહી કરશે
આ કંપનીઓ દ્વારા બોગસ બિલીંગ કરવામાં આવતા હોવાનું તપાસમાં જણાતા તેઓ પાસેથી બોગસ બિલ લેનારાઓને નોટિસ આપવાની કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે. તેની સાથે ઇન્કમટેક્સ વિભાગ પણ બોગસ બિલ લેનારાઓ સામે કાર્યવાહી કરવાની છે. કારણ કે જે પણ વેપારીએ બોગસ બિલ લીધા હોય અને તેને બિલની રકમ આઇટી રિટર્નમાં આવક વધારવા માટે દર્શાવી હશે તો ભેરવાશે. આવા વેપારી પાસે ઇન્કમટેક્સ વિભાગ 200 ટકા સુધી દંડ વસૂલ કરશે.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ મેઘમહેર
જીએસટીની વિગત ઇન્કમટેકસ વિભાગને આપવાનો કરાર કરવામાં આવ્યો
જીએસટી લાગુ થયા બાદ વેપારીઓ દ્વારા ભરવામાં આવતા માસિક, ત્રિમાસિક અને વાર્ષિક જીએસટીની વિગત ઇન્કમટેકસ વિભાગને આપવાનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર કરવાનો હેતુ એવો પણ છે કે સરકારની આવક વધારવાની સાથે વેપારીઓ જીએસટી અને ઇન્કમટેક્સમાં અલગ અલગ આવક દર્શાવે તો તેઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ જ કરાર હેઠળ બોગસ બિલીંગની ડ્રાઇવની વિગતો ઇન્કમટેક્સ વિભાગને આપવામાં આવશે. તે વિગતોના આધારે ઇન્કટેક્સ વિભાગ રિટર્નમાં દર્શાવેલી વિગતના આધારે કરદાતાને નોટિસ મોકલી વસૂલાત કરી શકશે.