ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સ્ટ્રેસ લાવશે અનેક બીમારીઓઃ કેવી રીતે કરશો સ્ટ્રેસ મેનેજમેન્ટ?

  • આજની બદલાતી જીવનશૈલીમાં સ્ટ્રેસ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેનાથી દર બીજી વ્યક્તિ પ્રભાવિત છે. તેનાથી બચવું વધુ જરુરી છે. સ્ટ્રેસ લેવાના કારણે અનેક તકલીફો થઈ શકે છે. 

લાઈફસ્ટાઈલ બદલાય તેની અસર આપણી મેન્ટલ હેલ્થ પર પણ પડે છે. રોજ કલાકો સુધી કામ કરવાના કારણે સ્ટ્રેસ લેવલ વધી જાય છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. આજના સમયમાં સ્ટ્રેસ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેનાથી દર બીજી વ્યક્તિ પ્રભાવિત છે.  તેનાથી બચવું વધુ જરુરી છે. જાણો વધુ સ્ટ્રેસ લેવાથી કઈ સમસ્યા થઈ શકે છે.

હાર્ટ સંબંધિત સમસ્યા

વધુ સ્ટ્રેસ લેવાના કારણે હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. સ્ટ્રેસના લીધે હાઈપરટેન્શન થાય છે. જે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટનું સૌથી મોટુ કારણ બની શકે છે. સ્ટ્રેસ લેવાના કારણે ઉંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. તેના કારણે હાર્ટ સંબંધિત બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.

શુગરનો ખતરો

જ્યારે આપણે વધુ સ્ટ્રેસ લઈએ છીએ ત્યારે આપણા શરીરના હોર્મોન્સ પણ પ્રભાવિત થવા લાગે છે. આ કારણે શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જાય છે. ઈન્સ્યુલિન યોગ્ય રીતે કામ ન કરી શકે તો બ્લડ શુગર લેવલ વધી જાય છે. જો બ્લડ શુગર લેવલને ન ઘટાડવામાં આવે તો જલ્દી ડાયાબિટીસ જેવી બીમારી ઘર કરી જાય છે.

સ્ટ્રેસ લાવશે અનેક બીમારીઓઃ કેવી રીતે કરશો સ્ટ્રેસ મેનેજમેન્ટ? hum dekhenge news

સ્ટ્રોકનો ખતરો

સ્ટ્રોક હોવાના કારણે હાઈપરટેન્શનની સમસ્યા થાય છે. જેના કારણે બ્લડ ક્લોટિંગ કે નસ ફાટવાનો ખતરો રહે છે. આ બંને કારણે સ્ટ્રોક થવાનો ખતરો વધવા લાગે છે, જે મગજમાં લોહી ન પહોંચવાનું કારણ બની શકે છે.

ઈરેગ્યુલર પીરિયડ્સ

પીરિયડ્સથી શરીરના હોર્મોન્સ પ્રભાવિત થાય છે. સ્ટ્રેસના કારણે ઈરેગ્યુલર પીરિયડ્સ થવાનો ખતરો રહે છે, જે શરીરમાં હોર્મોનમાં બદલાવ કરે છે.

સ્ટ્રેસ લેવલથી આ રીતે બચો

સ્ટ્રેસ લાવશે અનેક બીમારીઓઃ કેવી રીતે કરશો સ્ટ્રેસ મેનેજમેન્ટ? hum dekhenge news

 

ફિઝિકલ એક્ટિવિટી કરો

ફિઝિકલ એક્ટિવિટી કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે. તેના કારણે શરીરમાં હેપ્પી હોર્મોન્સ અને એન્ડોર્ફિન રિલીઝ થાય છે. જે મુડને સારો બનાવે છે. તેથી રોજ કોશિશ કરો કે થોડો સમય રનિંગ, વોકિંગ કે કોઈ સારી ફિઝિકલ એક્ટિવિટી કરી શકો.

ઉંઘ પુરી કરો

ઉંઘ પુરી ન થવાના કારણે ઘણી વખત સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય છે. તેથી રોજ સાતથી આઠ કલાકની ઉંઘ લો. જો તમે સારી ઉંઘ ઈચ્છતા હો તો સુવા અને ઉઠવાનો સમય ફિક્સ કરો. તમારા બેડરુમમાંથી તમામ ડિસ્ટ્રેક્શન્સ બહાર કરી દો.

સ્ટ્રેસ લાવશે અનેક બીમારીઓઃ કેવી રીતે કરશો સ્ટ્રેસ મેનેજમેન્ટ? hum dekhenge news

હેલ્ધી ડાયટ લો

સ્ટ્રેસના ખતરાને ઘટાડવા માટે તમારા ડાયટમાં ફળ, શાકભાજી, દુધ, દહીં અને સાબુત અનાજને સામેલ કરો. તેમાં તમારુ આરોગ્ય પણ સુધરશે અને સ્ટ્રેસ લેવલ પણ ઘટશે.

રોજ મેડિટેશન કરો

જો તમે થોડો સમય કાઢીને મેડિટેશન કરશો તો આરોગ્ય માટે ફાયદાકારક છે. તેના કારણે જાણ થશે કે સ્ટ્રેસ કેમ આવી રહ્યો છે અને તેની પાછળ કયા કારણ જવાબદાર છે. રોજ સવારે ઉઠીને મેડિટેશન જરૂર કરો.

આ પણ વાંચોઃ સંબંધોમાં કેમ પડે છે તિરાડ? આ રહ્યા કારણો અને ઉપાયો

Back to top button