યુવાનોમાં વધી રહી છે સ્ટ્રેસની સમસ્યા, જાણો કેવી રીતે કરશો સ્ટ્રેસને મેનેજ
આજકાલ ઘણા યુવાનોને શોર્ટકટનું ઘેલું લાગ્યું છે. કેટલાક લોકો લાંબી મહેનત કરવાને મૂર્ખતા માને છે. કેટલાક યુવાનો એ સમજી શકતા નથી કે આજે જે સફળતાની ટોચે પહોંચ્યા છે તેમણે અથાક અને સાચી દિશામાં મહેનત કરી છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને અનાયાસે પદ, પ્રતિષ્ઠા કે પૈસો ઝડપથી મળી ગયો હોય. ચારે બાજુ ધીરજનો સદંતર અભાવ જોવા મળે છે.
એક્ઝામમાં પણ આખો કોર્સ વાંચવાને બદલે આઇ.એમ.પી. વાંચીને એક્ઝામ આપવા જવાનો ટ્રેન્ડ થઈ ગયો છે. કેટલાય એવા વર્કશોપ્સ ચાલે છે જેમાં યુવાનોને માત્ર પૈસાદાર કેવી રીતે થવાય તેની ટ્રેનિંગ અપાય છે.
જીવનની આ ભાગદોડમાં આજનો યુવાન થાકી ગયો છે. નિરાશા અને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાના કારણે આપઘાતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ યુવાનો ફસાય છે. ભાગદોડની સમસ્યામાં ના સુવાનો સમય ના જમવાનો. કઈ ને કઈ રીતે આ પણ કારણ હોય શકે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને યુવાનોને સ્ટ્રેસને મેનેજ કરતા શીખવું જોઈએ.
જાણો કેવી રીતે કરશો સ્ટ્રેસને મેનેજ
- તર્કયુક્ત અને વાસ્તવિક અપેક્ષાઓ રાખવી
- ‘લૅટ ગો’ની ભાવના એ નબળાઇ નથી પણ એક તાકાત છે
- ફરજિયાત કામોનો વિરોધ કરવો નહીં તેને સ્વીકારીને એમાં કેટલી વધુ સારી રીતે પરફોર્મ કરી શકાય છે તે શીખવું
- કેટલાક વાર્ષિક વેકેશન લેતા હોય છે. આપણે દૈનિક વેકેશન લેતા પણ શીખવું જરૂરી છે. ઘરે આવીએ ત્યારે કામને ઑફિસમાં મૂકીને જ આવવું. કામ પછી ડેઇલી ડોમેસ્ટિક વેકેશન જરૂરી છે
- જેમાં તમને આનંદ આવતો હોય તે પ્રવૃત્તિ કરવી. પછી મજા લઇશું એ જાત સાથે અન્યાય છે. હા ! એટલું જોવું કે પોતાનો આનંદ અન્યને માટે આતંક ન થાય
- રેગ્યુલર પૌષ્ટિક ખોરાક લેવો
- રેગ્યુલર કસરત અને યોગા ને જીવનનું અવિભાજ્ય અંગ બનાવવું
- બાળકો સાથે રમવાથી સ્ટ્રેસ ઝડપથી ઓછું થાય છે
આ પણ વાંચો : શું તમને ખબર છે તમારા ફેવરેટ પ્લયેરનું બેટ કયા લાકડાંમાંથી બને છે..?