ટ્રેન્ડિંગમનોરંજન

સ્ત્રી 2નું ધમાકેદાર ટીઝર રીલીઝ, શ્રદ્ધા અને રાજકુમાર લગાવશે હોરર-કોમેડીનો તડકો

Text To Speech
  • 25મી જૂને લાંબા ઈંતઝાર બાદ મેકર્સે સ્ત્રી 2નું પહેલું ટીઝર રીલીઝ કર્યું છે. જો કે આ ટીઝર અગાઉ થિયેટર્સમાં રીલીઝ થઈ ચૂક્યું છે, પરંતુ આજે તેને સોશિયલ મીડિયા પર પણ રીલીઝ કરવામાં આવ્યું છે

25 જૂન, મુંબઈઃ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી’ 2018 માં રીલીઝ થઈ હતી. તેણે બોક્સ ઓફિસ પર હલચલ મચાવી દીધી હતી. હોરર-કોમેડી ઝોનરની આ ફિલ્મે લોકોને ખૂબ હસાવ્યા હતા અને ડરાવ્યા પણ. ફિલ્મનો બીજો ભાગ પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. સ્ત્રી 2ને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. દરેક લોકો ફિલ્મની રીલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન મેકર્સે ચાહકોની ખુશી બમણી કરી દીધી છે.

જબરજસ્ત છે ફિલ્મનું ટીઝર

25મી જૂને લાંબા ઈંતઝાર બાદ મેકર્સે સ્ત્રી 2નું પહેલું ટીઝર રીલીઝ કર્યું છે. જો કે આ ટીઝર અગાઉ થિયેટર્સમાં રીલીઝ થઈ ચૂક્યું છે, પરંતુ મંગળવાર(25 જૂન)થી તેને સોશિયલ મીડિયા પર પણ રીલીઝ કરવામાં આવ્યું છે. ‘સ્ત્રી 2’નું ટીઝર ડરામણું છે અને તેમાં હોરર ઈફેક્ટની સાથે કોમેડીનો ટચ જોવા મળે છે. ટીઝરમાં, રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી સહિતના કલાકારો જોવા મળે છે જે ફરી એકવાર બધાને હસાવતા અને એક સાથે ડરાવતા જોવા મળશે

શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘સ્ત્રી 2’ નું ટીઝર રીલીઝ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, આ વખતે સ્વતંત્રતા દિવસે ચંદેરીમાં આતંક હશે! આ સાથે તેણે ફિલ્મની રીલીઝ ડેટ પણ જણાવી છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024 એટલે કે સ્વતંત્રતા દિવસે થિયેટર્સમાં રીલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)

હોરર સાથે કોમેડીનો ડોઝ

ટીઝરની શરૂઆતમાં ચંદેરીમાં એક મહિલાની પ્રતિમા બતાવવામાં આવી છે, જેની નીચે ‘ઓ સ્ત્રી રક્ષા કરના’ લખેલું બોર્ડ મૂકવામાં આવ્યું છે . ત્યારબાદ એક પછી એક ડરામણી ઝલક જોવા મળી રહી છે. પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને રાજકુમાર રાવ ગ્રામવાસીઓ સાથે મહિલાના વેશમાં ભૂતને ભગાડવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. એકંદરે, ટીઝર ફુલ ઓન હોરર સાથે કોમેડીનો ડોઝ આપશે.

આ પણ વાંચોઃ હોલીવુડના પ્રખ્યાત અભિનેતાને દરિયામાં સર્ફિંગ દરમિયાન શાર્કે ભર્યા બચકા, દુનિયાને કહ્યું અલવિદા

Back to top button