ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સ્ત્રી 2ની બોક્સ ઓફિસ પર કમાલ: 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

  • શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2એ પાંચમા દિવસે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી

મુંબઈ, 20 ઓગસ્ટ: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2‘ના કમાલનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. 15મી ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ પાંચમા દિવસે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી હતી. ‘સ્ત્રી 2’એ બોક્સ ઓફિસ પર વધુ એક મોટો રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં 228 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને આ સાથે તે 2024ની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ તરીકે ઉભરી આવી છે. સ્ત્રી 2એ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ ફાઇટરના લાઈફટાઈમ  કલેક્શનને પાછળ છોડી દીધું છે. એટલું જ નહીં, વીકએન્ડ કલેક્શનની બાબતમાં તે પ્રભાસ-અમિતાભ બચ્ચનની કલ્કી 2898 AD કરતાં પણ આગળ નીકળી ગઈ છે.

સ્ત્રી 2એ નવો રેકોર્ડ બનાવ્યો

સકનિલ્કના અહેવાલ મુજબ, સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે, સ્ત્રી 2એ 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જેની સાથે ફિલ્મનું કુલ ડોમેસ્ટિક કલેક્શન 228.45 કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત ‘ફાઇટર’એ તેના પ્રથમ સપ્તાહના અંતે 119 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હૃતિક રોશનની ફિલ્મના લાઈફટાઈમ  કલેક્શન વિશે વાત કરવામાં આવે તો, તેણે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રૂ. 338 કરોડ અને સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 211.71 કરોડની કમાણી કરી હતી.

સ્ત્રી 2એ રક્ષાબંધન પર 37 કરોડ રૂપિયા ભેગા કર્યા

‘સ્ત્રી 2’ને સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો પણ ઘણો ફાયદો મળ્યો છે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ પ્રીવ્યૂ પછી 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલા જ દિવસે, સ્ત્રી 2એ રૂ. 51.8 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે દેશના પસંદગીના ભાગોમાં રજાના દિવસે રક્ષા બંધનના દિવસે ફિલ્મે રૂ. 37.00 કરોડની કમાણી કરી હતી. . દિલ્હી-NCR, લખનઉ, ભોપાલ, અમદાવાદ અને જયપુરમાં સૌથી વધુ કમાણી નોંધાઈ હતી.

સ્ત્રી 2એ 2018માં રિલીઝ થયેલી સ્ત્રીની સિક્વલ

સ્ત્રી 2 વિશે વાત કરવામાં આવે તો, તે 2018માં રિલીઝ થયેલી ‘સ્ત્રી’ની સિક્વલ છે, જેમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર સાથે પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનરજી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સ્ત્રીએ બોક્સ ઓફિસ પર રૂ. 119 કરોડની કમાણી કરી હતી, જ્યારે સિક્વલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની સિક્વલમાં જૂની કાસ્ટ સાથે બે કેમિયો છે, જેની ખૂબ જ ચર્ચા છે. આ કેમિયો વરુણ ધવન અને અક્ષય કુમારના છે, જેઓ ફિલ્મના આગામી ભાગમાં એટલે કે સ્ત્રી 3માં પણ જોવા મળે તેવી શક્યતા છે.

આ પણ જૂઓ: ‘હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું’ પોતાના મૃત્યુની અફવાઓ પર ભડક્યા શ્રેયસ તલપડે

Back to top button