ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સ્ત્રી 2એ બ્રહ્માસ્ત્રના બોક્સ ઓફિસ કલેક્શનને પછાડ્યું, જાણો 7 દિવસમાં કેટલી કમાણી કરી

Text To Speech
  • શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસની સાથે-સાથે લોકોના દિલો પણ જીતી રહી છે

HD ન્યૂઝ ડેસ્ક, 22 ઓગસ્ટ: શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસની સાથે-સાથે લોકોના દિલો પર પણ રાજ કરતી જોવા મળી રહી છે. ખેલ ખેલ મેં અને વેદા જેવી મોટી ફિલ્મો રિલીઝ થયા પછી પણ સ્ત્રી 2નું પ્રદર્શન ખરેખર અદ્ભુત છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી અને માત્ર 7 દિવસમાં જ આ ફિલ્મે નવા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. આ ફિલ્મે બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ કલેક્શનને પછાડી દીધું છે અને સાત દિવસમાં સારી કમાણી કરી છે.

 

બ્રહ્માસ્ત્રના કલેક્શનને પાછળ છોડી દીધું

આ ફિલ્મે બુધવારે 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. Sacknilk અનુસાર, આ ફિલ્મનું કુલ નેટ કલેક્શન 289.60 કરોડ રૂપિયા થઈ ગયું છે. સ્ત્રી 2એ પહેલા અઠવાડિયામાં જ થિયેટરોમાં સારી સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષ્યા છે. આ ફિલ્મ 2024ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. સ્ત્રી 2એ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મૂવી બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવના લાઇફટાઇમ નેટ કલેક્શનને પાછળ છોડી દીધું છે. બ્રહ્માસ્ત્રે બોક્સ ઓફિસ પર 267.2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

કયા દિવસે કેટલું કલેક્શન કર્યું?

બુધવાર પ્રિવ્યૂ- રૂ. 9.4 કરોડ 

  1. પ્રથમ દિવસ (ગુરુવાર) – રૂ. 55.4 કરોડ
  2. બીજો દિવસ (શુક્રવાર) – રૂ. 35.3 કરોડ
  3. ત્રીજો દિવસ (શનિવાર) – રૂ. 45.70 કરોડ
  4. ચોથો દિવસ (રવિવાર) – રૂ. 58.20 કરોડ
  5. પાંચમો દિવસ (સોમવાર) – રૂ. 38.4 કરોડ
  6. દિવસ 6 (મંગળવાર) – રૂ. 26.8 કરોડ
  7. સાતમો દિવસ (બુધવાર) – રૂ. 20.40 કરોડ
  • કુલ કમાણી- રૂ. 289.60 કરોડ

મહત્ત્વપૂર્ણ છે કે, લોકો મોટે ભાગે Stree 2 મૂવી જોવા માટે સાંજ અને રાત્રિના શોનું બુકિંગ કરે છે. અમર કૌશિકે સ્ત્રી 2નું નિર્દેશન કર્યું છે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી ઉપરાંત, સ્ત્રી 2 માં અભિષેક બેનરજી, અપારશક્તિ ખુરાના અને તમન્ના ભાટિયા પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ જૂઓ: સોશિયલ મીડિયાની ક્વિન બની સ્ત્રી: શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં પીએમ મોદીથી પણ નીકળી આગળ

Back to top button