ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં રખડતા શ્વાનનો આતંક : 2 વર્ષની બાળકી પર ત્રણ શ્વાનનો હુમલો, 40થી વધુ બચકા ભર્યા

Text To Speech

સુરત શહેરમાં રખડતા શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં ખજોદ વિસ્તારમાં આવેલા ડાયમંડ બુર્સ પાસે મજુરી કામ કરતા પરિવારની બે વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઘવાઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બાળકીના કુમળા શરીર પર શ્વાનોએ 30થી 40 બાચકા ભરી જતા બાળકી ગંભીર ઈજાગ્રસ્ત થઈ છે. જેથી તબીબોએ તેને સારવાર આપ્યા બાદ સર્જરી વિભાગમાં દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સુરતમાં બે વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો

ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારની 2 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. બાળકી ઘર પાસે એકલી હતી આ દરમિયાન ઘર પાસે ઉભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોને તેના ઉપર હુમલો કરી દીધો હતો અને બાળકીને શ્વાને 40થી વધુ બચકા ભર્યા હતા જેના કારણે આ બાળકી લહુલુહાણ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાળકીને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

શ્વાનનો આતંક -humdekhengenews

અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતા તંત્ર પર સવાલ

સુરતમાં અવાર નવાર રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે લોકો હેરાન થઈ ગયા છે. ત્યારે સુરતમાં બે વર્ષની નાની બાળકી પર ત્રણ શ્વાનોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ સુરતમાં એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. આમ રખડતા શ્વાનો વારંવાર બાળકોને નિશાને લઈ રહ્યા છે છતાં પણ શાસકોના પેટનું પાણી હલતું નથી. અગાઉ હોસ્પિટલમાં પણ શ્વાન ફરતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. પરંતુ તંત્ર આ બાબતે કોઈ પગલા ન લેતા નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. સુરતમાં રખડતા શ્વાનના આંતકથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. આ પ્રકારની ઘટનાઓ સામે આવતા બાળકોના માતા-પિતા તેમને ઘરની બહાર એકલા મોકલતા ડરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ સાચવજો! આગામી બે દિવસ રાજ્યના આ શહેરોમાં હીટવેવની આગાહી

Back to top button