ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ગળું દબાવીને લાશના ટુકડા ફ્રીઝરમાં રાખ્યા: બાંગ્લાદેશના સાંસદની હત્યાના કેસમાં ઘટસ્ફોટ

  • બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ કોલકાતામાંથી થયા ગુમ અને છેલ્લું લોકેશન બિહારમાં મળ્યું!

નવી દિલ્હી, 23 મે: બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ(Anwarul Azim)ની કોલકાતામાં થયેલી ‘હત્યા’ સાથે જોડાયેલા મામલામાં એક સનસનીખેજ ખુલાસો બહાર આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ અવામી લીગના સાંસદ અનવારુલ અઝીમની 13 મેના રોજ તેમના ન્યૂટાઉન ફ્લેટમાં ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. પછી મૃત્યુની ખાતરી કરવા માટે, તેના માથા પર કોઈ ભારે વસ્તુ વડે માર મારવામાં આવ્યો. શરીરને સડી ન જાય તે માટે, શરીરના ટુકડા કરી એક ખાસ ફ્રીઝરમાં રાખવામાં આવ્યા હતા.

 

પોલીસ સુત્રોએ ખુલાસો કર્યો છે કે,  બંને દેશોની તપાસ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લેના આધારે આ માહિતી બહાર આવી છે. સાંસદ અનવારુલ અઝીમના શરીરના વિવિધ ભાગો છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જગ્યાએ ફેંકવામાં આવી રહ્યા છે. આ ત્રણ દિવસો દરમિયાન – 14 મે, 15 મે અને 18 મે – સાંસદના શરીરના અંગો અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, બે લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, લાશના ટુકડા ક્યાં ફેંકવામાં આવ્યા તે અંગે હજુ મુંઝવણ છે.

 

સાંસદની કારના CCTV ફૂટેજ બહાર આવ્યા

દરમિયાન સાંસદની કારના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. રહેઠાણની અંદરના સીસીટીવી ફૂટેજમાં, એક નાનું લાલ રંગનું ફોર-વ્હીલર નિવાસસ્થાનની આગળના ભાગમાં પ્રવેશતું જોવા મળે છે. કાર નિવાસની બહાર ઊભી રહી. તે કારમાંથી ત્રણ લોકો નીચે ઉતર્યા હતા. તેમાંથી એક બાંગ્લાદેશ અવામી લીગના દિવંગત સાંસદ અનવારુલ અઝીમ હતા. તેની સાથે અન્ય બે લોકો પણ હતા.

 

પોલીસે CCTV ફૂટેજના આધારે લાલ રંગની કારની ઓળખ કરી હતી. પોલીસે કાર માલિક અને ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, CCTV ફૂટેજ પરથી પોલીસને ખબર પડી કે સાંસદની સાથે રહેલા લોકો એક પછી એક ઘરની બહાર નીકળી ગયા. પરંતુ દિવંગત સાંસદે ક્યારેય તેમનું નિવાસસ્થાન છોડ્યું ન હતું. મહત્ત્વપૂર્ણ છે કે, સાંસદ અનવારુલ અઝીમ કામ કરવા માટે બાંગ્લાદેશથી કોલકાતા આવ્યા હતા. પરંતુ ઘરે પરત ફર્યા ન હતા. બાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું છે કે, અનવારુલની કોલકાતામાં એક યોજનાના ભાગરૂપે હત્યા કરવામાં આવી છે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, આ ઘટનાની તપાસ CIDએ સંભાળી લીધી છે. આ પછી સીઆઈડી આઈજી અખિલેશ ચતુર્વેદે ન્યૂટાઉન સ્થિત નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.

સાંસદ 12 મેના રોજ બાંગ્લાદેશથી કોલકાતા આવ્યા

અનવારુલ 12 મેના રોજ સારવાર માટે ભારત આવ્યા હતા. તે પહેલા બારાનગરમાં તેના મિત્ર ગોપાલ વિશ્વાસના ઘરે ગયા હતા. થોડા દિવસ ત્યાં રહ્યા પછી એક દિવસ અનવારુલ ઘર છોડીને નીકળી ગયા. ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાંગ્લાદેશમાં અનવારુલના પરિવારનો સંપર્ક ન કરી શકતા તેણે ગોપાલનો પણ સંપર્ક કર્યો હતો.

ગોપાલે કહ્યું કે, તે પણ અનવારુલનો સંપર્ક કરી શક્યો નથી. CID IG અખિલેશે જણાવ્યું કે, જ્યારે તે ન મળ્યા ત્યારે ગોપાલે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બેરકપુર પોલીસ કમિશ્નરેટે આરોપોની તપાસ માટે એક ટીમની રચના કરી હતી. અખિલેશ ચતુર્વેદીએ કહ્યું કે, “તે તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન 22 મેના રોજ અમને ખબર પડી કે તેમની હત્યા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સ્ટેશને તે લોકેશન ટ્રેસ કર્યું જ્યાં તે છેલ્લે જોવા મળ્યા હતા.તેમનું છેલ્લું લોકેશન બિહારમાં મળી આવ્યું હતું. આ પછી તપાસની જવાબદારી CIDને સોંપવામાં આવી હતી.

CIDના સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યુટાઉનમાં જે ફ્લેટમાં અનવારુલ રહે છે તે સરકારી કર્મચારી સંદીપનો હોવાનું કહેવાય છે. તેણે ફરી એકવાર આ ફ્લેટ અખ્તરુઝમાન નામના વ્યક્તિને ભાડે આપ્યો હતો. CID IGએ જણાવ્યું કે, અખ્તરુઝમાન અમેરિકન નાગરિક છે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે બાંગ્લાદેશી સાંસદએ અખ્તરુઝમાનના નામથી આ ભાડાના ફ્લેટમાં કેવી રીતે રહ્યા. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીને પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.અખિલેશ ચતુર્વેદીએ કહ્યું કે, “18મીએ ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. આ પછી બેરકપુર પોલીસ કમિશ્નરેટે એક SITની રચના કરી. તે તપાસ દરમિયાન અમને આ સમાચાર મળ્યા.”

આ પણ જુઓ: પવન સિંહ બન્યા વિવાદના રાજા, પહેલી પત્નીએ કરી આત્મહત્યા – અક્ષરા સાથે કરી છેતરપિંડી!

Back to top button