છૂટાછેડાના અજીબ કારણો મહિલા વકીલે વીડિયોમાં કહ્યા, જૂઓ
અત્યારના સમયમાં આપણે વિચાર્યું પણ ના હોય એવા અનેક કારણોથી કપલ્સ છૂટાછેડા લઈ રહ્યા છે, મુંબઈના મહિલા વકીલે અજીબ-અજીબ છૂટાછેડાના કારણો સામે આવે છે તેનું એક રીલ બનાવી શેર કર્યું છે, જે અત્યારે ખુબજ વાયરલ થઈ રહ્યું છે. ચાલો જોઈએ શું કહ્યું છે મહિલા વકીલે…
પતિ વધુ પડતો પ્રેમ કરે છે…છૂટાછેડાના વિચિત્ર કારણો:
લગ્ન જીવનમાં નાના-મોટા ઝઘડા ચાલ્યા કરતા હોય છે પરંતુ તે ઝઘડાને લઈને દરેક કપલ્સ છૂટાછેડા નથી આપી દેતા. હા, જો બન્નેને સાથે બરોબર ન ફાવતુ હોય કે વિચારો ન મળતા હોય એવા કારણોમાં આપણે સાંભળ્યું છે કે લોકો છૂટાછેડા આપતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં કપલ્સ વિચિત્ર કારણોથી છૂટાછેડા આપતા હોય છે તેને લઈને મુંબઇ સ્થિત વકીલ અને કન્ટેન્ટ ક્રિયેટર તાન્યા અપ્પાચુ કૌલે છૂટાછેડાની એક યાદી સોશિયલ મીડિયા પર વીડિયોના માધ્યમથી શેર કરી છે, જે અત્યારે ખુબજ વાઇરલ થઇ રહી છે. તાન્યાના જણાવ્યા પ્રમાણે એક મહિલાએ તેનો પતિ તેને વધારે પડતો પ્રેમ કરતો હોવાનું અને ક્યારેય તેની સાથે ઝઘડતો ન હોવાનું કારણ ધરીને છૂટાછેડા માગ્યા હતા તો એક પુરુષે તેની પત્નીએ હનીમૂન દરમિયાન વલ્ગર કપડાં પહેર્યા હોવાનું કહીને છૂટાછેડા માટે અરજી કરી દીધી હતી.
છૂટાછેડાના નવાઈ લાગે એવા કારણો આપતો મહિલા વકીલનો વીડિયો વાયરલ
તાન્યાની આ રીલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. તેમાં તેમણે પતિ વધારે પડતો પ્રેમ કરતો હોવાના અને ક્યારેય ઝઘડતો ન હોવાના જે કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો તે 2020માં પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ઉત્તરપ્રદેશની એક મહિલાએ પતિ તેને વધુ પડતો પ્રેમ કરતો હોવાનું અને લગ્નજીવનના દોઢ વર્ષમાં પતિએ ક્યારેય તેની સાથે ઝઘડો ન કર્યો હોવાનું જણાવી છૂટાછેડા માગ્યા હતા.
View this post on Instagram
મહિલા વકીલની રીલમાં ઘણા યૂઝર્સે કમેન્ટ્સ કરી હતી, જેમાંથી મોટી સંખ્યામાં લોકોએ છૂટાછેડાના વધતા કિસ્સા માટે ભારતીય સમાજના પિતૃસત્તાત્મક વલણને જવાબદાર ગણાવ્યું હતું તો કેટલાક લોકોનું એમ કહેવું હતું કે લગ્નો હવે બે વ્યક્તિ કે બે પરિવાર વચ્ચેનો સંબંધ નહીં પણ માત્ર દેખાડો બનીને રહી ગયા છે.
છૂટાછેડાના અજીબ કારણો:
એક એવો છૂટાછેડાનો કેસ સામે આવ્યો હતો કે જેમાં પતિ UPSC એક્ઝામની તૈયારી કરતો હતો અને પુરતો સમય ન આપતો હોવાથી મહિલાને છૂટાછેડા જોઈતા હતા, તો બીજી તરફ એક પુરુષને તેની પત્ની તેને ચરણસ્પર્શ ન કરતી હોવાથી છૂટાછેડા જોઇતા હતા. અન્ય એક પુરુષનું કહેવું હતું કે તેની પત્નીને રસોઇ બનાવતા નથી આવડતું અને તે સવારનો નાસ્તો પણ બનાવ્યા વિના જોબ પર જતી રહે છે જેના કારણે તેને છૂટાછેડા લેવા હતા. આમ અત્યારના સમયમાં કપ્લસ છૂટાછેડા માટે અનેક વિચિત્ર કારણો આપતા સાંભળવા મળી રહે છે.
આ પણ વાંંચો: બંને પાર્ટનરમાં કંઇ પણ કોમન નથી? સંબંધોની ગાડી આ રીતે ચલાવો