ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરામાં વિચિત્ર બનાવ, મહિલાનો પગ ટોયલેટમાં ફસાઈ જતા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ

Text To Speech
  • કેમિકલને કારણે તેનો પગ સરકી જતા ટોયલેટની અંદરના ભાગે ફસાયો
  • મહિલાએ બૂમરાણ મચાવતાં મદદ માટે લોકો આવ્યા હતા
  • બનાવમાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી

વડોદરા શહેરમાં વિચિત્ર બનાવ બન્યો છે. જેમાં મહિલાનો પગ ટોયલેટમાં ફસાઈ જતા તોડવું પડ્યું હતુ. શહેરના અલકાપુરી વિસ્તારમાં બનેલા વિચિત્ર પ્રકારના એક બનાવમાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

કેમિકલને કારણે તેનો પગ સરકી જતા ટોયલેટની અંદરના ભાગે ફસાયો

શહેરના સંપતરાવ કોલોનીમાં રહેતી એક સિનિયર સિટીઝન મહિલા પોતાના મકાનનું અગાઉ વપરાતું હતું તેવી બેઠકવાળું જૂનું ટોયલેટ સાફ કરી રહી હતી. તે દરમિયાન કેમિકલને કારણે તેનો પગ સરકી જતા ટોયલેટની અંદરના ભાગે ફસાયો હતો. મહિલા જેમ-જેમ જોર કરીને પગ બહાર કાઢવા જતી હતી તેમ તેનો પગ વધુ અંદર ફસાતો જતો હતો.

મહિલાએ બૂમરાણ મચાવતાં મદદ માટે લોકો આવ્યા હતા

મહિલાએ બૂમરાણ મચાવતાં મદદ માટે લોકો આવ્યા હતા અને આખરે ફાયર બ્રિગેડની મદદ લેવાનું નક્કી કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ પણ પગ કાઢી શકી ન હતી અને આખરે ટોયલેટની નીચેનો ભાગ તોડીને એક કલાકની જહેમત બાદ મહિલાનો પગ બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભારતમાં એર ટેક્સી ઉડાડવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાશે

Back to top button