વિચિત્ર ઘટના : લગ્નમાં DJના કંપનથી છંછેડાઈ મધમાખીઓ, પછી શું થઈ જાનૈયાઓની હાલત ?
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે દાહોદ અને મહિસાગર જિલ્લામાં લગ્ન પ્રસંગમાં ડી જે ના અવાજથી છંછેડાયેલી મધમાખીઓએ જાનૈયાઓ પર હુમલો કર્યો હતો. મધમાખીઓના ડંખ મારવાથી જાનૈયાઓને સીધુ જ હોસ્પિટલ જવુ પડ્યું હતું.
લગ્નમાં ડાન્સ કરવો જાનૈયાઓને ભારે પડ્યો
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે લગ્ન પ્રસંગ દરમિયાન દાહોદ અને મહીસાગર જિલ્લામાં મધમાખીઓએ જાનૈયાઓને ડંખ મારવાની ઘટના સામે આવી છે. જેમાં દાહોદમાં 22 જાનૈયાઓને મધમાખીઓએ ડંખ માર્યો છે. જ્યારે મહિસાગરમાં 100થી વધુ જાનૈયાઓએ મધમાખીઓએ ડંખ માર્યા છે.
દાહોદમાં જાનૈયાઓને મધમાંખીઓએ ડંખ માર્યા
મળતી માહીતી મુજબ દાહોદ તાલુકાના વરમખેડા ગામે જાન આવી હતી. આ દરમિયાન ગામમાં પ્રવેશતા જાનૈયાઓએ આનેદ અને ઉત્સાહથી ડી જેના તાલે ઝૂમી રહ્યા હતા આ દરમિયાન ડી જે ના કંપનથી મધમાખીઓ ભડકી ઉઠી હતી. અને આ મધમાખીઓના ઝુંડે જાનૈયાઓ પર હુમલો કરી દીધો હતો. જેમાં 22થી વધુ જાનૈયાઓને મધમાખીઓએ ડંખ દીધો હતો. જેથી લગ્ન માટે વરરાજાને રવાના કરીને ઈજાગ્રસ્ત જાનૈયાઓને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
મહિસાગમાં 100 જેટલા જાનૈયાઓને મધમાખીએ ડંખ માર્યા
આજે બે જગ્યાએ મધમાંખીઓના હુમલાની ઘટના બની છે. દાહોદની જેમ મહીસાગરમાં પણ જાનૈયાઓ પર મધમાંખીઓેએ હુમલો કર્યો હતો. જાણકારી મુજબ મહીસાગરના સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં પણ ડીજેના તાલે ઝૂમી રહેલા જાનૈયાઓ પર મધમાંખીઓએ હુમલો કર્યો હતો. સંતરામપુરમાં ડીજેના અવાજને કારણે છંછેડાયેલી મધમાખીઓએ હુમલો કરતા દોડાદોડ મચી ગઈ હતી આ ઘટનામાં 100 જેટલા જાનૈયાઓને મધમાખીએ ડંખ મારતા તેઓ ઘાયલ થયા હતા. જેમને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરત ટ્રાફિક પોલીસે બોર્ડના વિદ્યાર્થીઓ માટે લીધો આ મહત્વનો નિર્ણય, જાણીને તમે પણ સલામ કરશો