ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ઓસ્કાર જીતવા લાયક સ્ટોરી! દિલ્હી પોલીસે રમૂજી અંદાજમાં આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

Text To Speech
  • દિલ્હી પોલીસ ફિલ્ડ અને સોશિયલ મીડિયા પર લોકોને સાવધાન રાખવાનું કામ કરતી રહે છે 

નવી દિલ્હી, 12 માર્ચ: દિલ્હીમાં રહેતા લોકોની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસની છે. આ માટે પોલીસ હંમેશા તૈયાર છે. ફિલ્ડ પર પોલીસ ફોર્સ તૈનાત જ રહે છે. આ સિવાય પોલીસ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને સાવધાન કરતી રહે છે. દર થોડા દિવસે દિલ્હી પોલીસ ફની મીમ્સ અથવા વીડિયો દ્વારા લોકોને મહત્વપૂર્ણ સંદેશ આપે છે. અત્યાર સુધીમાં તમે પણ પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી આવી પોસ્ટ ઘણી વખત જોઈ હશે. હવે દિલ્હી પોલીસે એક નવી પોસ્ટ શેર કરી છે, જેને જોઈને તમે પણ તેમની વાત સાથે સહમત થઈ જશો. સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસ દ્વારા લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપતી રસપ્રદ પોસ્ટ શેર કરવામાં આવી છે.

 

દિલ્હી પોલીસે પોસ્ટ શેર કરી આપ્યો સંદેશ 

ઘણા લોકો રસ્તા પર વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાથી માત્ર પોતાનો જીવને જ નહીં પરંતુ અન્ય વ્યક્તિના જીવને પણ જોખમમાં મૂકે છે. તેથી લોકોએ આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ હેતુ સાથે, દિલ્હી પોલીસે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી છે અને લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે. આ પોસ્ટમાં શેર કરવામાં આવેલી તસવીરમાં લખ્યું છે કે, ‘બેસ્ટ સ્ટોરી માટેનો ઓસ્કાર ગોઝ ટુ…બસ મારે આટલું જ દૂર જવું હતું, એટલે મે હેમ્લેટ પહેર્યું નહીં.’ આ પંક્તિ વાંચ્યા પછી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મોટાભાગના લોકો જ્યારે હેલ્મેટ નથી પહેરતા ત્યારે આ જ સ્ટોરી કહે છે.

આ પણ જુઓ: સલમાને કરી મોટી ફિલ્મની જાહેરાત, ગજની ફેમ ડિરેક્ટર સાથે મિલાવ્યો હાથ

Back to top button