ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈના હવામાનમાં તોફાની પલટોઃ હોર્ડિંગ તૂટતાં 54 ઘવાયા, હજુ 100 દબાયેલા હોવાની આશંકા

Text To Speech

મુંબઈ, 13 મેઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે સાંજે તોફાની પલટો આવ્યો હતો. પહેલાં ભારે પવન બાદ ધૂળની ડમરીઓ શહેરમાં છવાઈ ગઈ હતી અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો. જોકે ભારે આંધી ફૂંકાઈ ત્યારે શહેરમાં એક સ્થળે જાહેરખબરનું વિશાળ હોર્ડિંગ તૂટી પડતા સાત જણને ઈજા થઈ હતી.

ભારે આંધી અને ધૂળની ડમરીઓને કારણે આકાશમાં કશું જોઈ શકાય એવી સ્થિતિ ન રહેતાં વિમાન સેવા ઉપર પણ ગંભીર અસર પડી હતી. મુંબઈ એરપોર્ટના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, થોડા કલાક માટે વિમાનોને અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

અગાઉ હવામાન વિભાગે ચેતવણી જારી કરી હતી કે, પાલઘર તથા થાણે જિલ્લામાં ક્યાંક ક્યાંક 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તે સાથે વીજળીના ચમકારા પણ થશે અને વરસાદ પડી શકે છે.

આમ સાંજના સમયે એકાએક વરસાદ તૂટી પડતાં અનેક મુંબઈગરાએ સલામત સ્થળે આશ્રય પણ લેવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ ભારત સામે નેપાળ ઘૂંટણીએઃ નેપાળી પ્રમુખના આર્થિક સલાહકારે રાજીનામું આપવું પડ્યું, જાણો કારણ

Back to top button