હેલ્થ

માટીના વાસણમાં દહીં જમાવવાથી થાય છે અઢળક ફાયદા

Text To Speech

દહીંનો સ્વાદ આપણને બધાને ભાવતો હોય છે અને આ જ કારણ છે કે આપણું ભોજન કદાચ દહીં વગર પૂરું થતું નથી. અનેક વાનગીઓમાં પણ દહીંનો ઉપયોગ થતું હોય છે. દહીંના ફાયદા ખુબ છે. તે આપણા પેટને ઠંડુ રાખે છે અને પાચન સંબંધિત સમસ્યાઓથી બચાવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે જે હાડકા અને દાંતને મજબૂતાઈ આપે છે. દહીંને આપણે કાં તો માટીના વાસણમાં જમાવીએ અથવા તો સ્ટીની વાટકીમાં જમાવતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે માટીના વાસણમાં દહીં જમાવવાના પણ અનેક ફાયદા છે.

માટીના વાસણમાં દહીં જમાવવાના ફાયદા : જૂના જમાનામાં આપણા ઘરોમાં માટીના વાસણમાં જ દહીં જમાવવામાં આવતું હતું. પરંતુ બદલાતા સમયમાં સ્ટીલના વાસણે તેની જગ્યા લઈ લીધી. હવે તો ઘણા લોકો ઘરમાં પણ દહીં જમાવતા નથી. સીધુ બજારમાંથી ખરીદી લે છે. ત્યારે અહીં ખાસ જાણવું જરૂરી છે કે માટીના વાસણમાં દહીં જમાવવાથી કયા કયા ફાયદા થઈ શકે છે.

દહીં જલદી જામી જાય છે : ગરમીમાં દહીં સરળતાથી અને ખુબ ઝડપથી જામી જાય છે. પરંતુ ઠંડીની ઋતુમાં વાર લાગે છે. કારણ કે તેના માટે એક ખાસ ટેમ્પ્રેચરની જરૂર પડે છે. જો તમે માટીના વાસણમાં દહીં જમાવશો તો તે દહીંને ઈન્સુલેટ હશે અને શિયાળાની ઋતુમાં પણ તે જલદી જામશે.

દહીં ગાઢ જામે છે : માટીના વાસણમાં દહીં જમાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી દહીં ગાઢ જામે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ક્લેથી બનેલા પોર્ટ પાણીને શોષી લે છે જેના કારણે દહીં ગાઢ જામવા લાગે છે. એનાથી ઉલ્ટું જો તમે સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણમાં દહીં જમાવશો તો આમ બનશે નહીં.

નેચરલ મિનરલ્સ મળશે : જો તમે સ્ટીલ કે એલ્યુમિનિયમની જગ્યાએ માટીના વાસણમાં દહીં જમાવશો તો શરીરને નેચરલ મિનરલ્સ મળશે જેમાં આયર્ન, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સામેલ છે.

માટીની ફ્લેવર મળશે : તમેં હંમેશા એ જોયું હશે કે દહીંને જ્યારે માટીના વાસણમાં જમાવવામાં આવે છે ત્યારે તેમાં માટીની ભીની ભીની સુગંધ પણ ભળે છે જેના કારણે દહીંનો સ્વાદ વધુ સારો લાગે છે.

Back to top button