વરસાદમાં શાકભાજી ઝડપથી ખરાબ થઈ જતા હોય તો આ રીતે કરો સ્ટોર
- વરસાદમાં શાકભાજી યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે ઝડપથી બગડવા લાગે છે. ચોમાસાની ઋતુમાં, હવામાનમાં ખૂબ ભેજ હોય છે, જેના કારણે શાકભાજી ઝડપથી બગડે છે
HD ન્યુઝ ડેસ્કઃ વરસાદમાં શાકભાજી યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે ઝડપથી બગડવા લાગે છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે જો થોડા વધારે શાકભાજી ખરીદાઈ ગયા હોય તો શાકભાજી લાંબો સમય ટકી શકતા નથી. તેની પાછળનું કારણ શાકભાજીનો યોગ્ય રીતે સંગ્રહ ન કરવો તે છે. ચોમાસાની ઋતુમાં હવામાનમાં ખૂબ ભેજ હોય છે, જેના કારણે શાકભાજી ઝડપથી બગડે છે. જો કે શાકભાજીને સ્ટોર કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે કેટલીક ટિપ્સને ફોલો કરશો તો શાકભાજીને લાંબા સમય સુધી ફ્રેશ અને સ્વાદિષ્ટ રાખી શકશો.
વરસાદમાં શાકભાજી સ્ટોર કરવાની ટિપ્સ
શાકભાજીને સારી રીતે ધોઈને સૂકવો
શાકભાજી ખરીદ્યા પછી તેને સારી રીતે ધોઈ લો અને પછી તેને સૂકા કપડાથી લૂછીને હવાની અવરજવરવાળી જગ્યાએ સૂકવી દો. શાકભાજી બગડવાનું મુખ્ય કારણ ભેજ હોય છે.
શાકભાજીને અલગ-અલગ કન્ટેનરમાં રાખો
તમામ શાકભાજીને એકસાથે ન રાખો. અલગ-અલગ શાકભાજીને અલગ-અલગ કન્ટેનરમાં રાખો જેથી તેઓ એકબીજાને બગાડે નહીં.
શાકભાજીને ફ્રીજમાં રાખો
મોટાભાગના શાકભાજી ફ્રીજમાં રાખવા જોઈએ, પરંતુ કેટલાક શાક રૂમ ટેમ્પરેચર પર પણ રાખી શકાય છે.
પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી ન રાખો
પ્લાસ્ટિકની થેલીઓમાં ભેજ જમા થાય છે જેના કારણે શાકભાજી બગડી જાય છે. શાકભાજીને કાગળની અથવા કાપડની થેલીમાં રાખો.
શાકભાજી નિયમિત તપાસો
અઠવાડિયામાં એકવાર શાકભાજી તપાસો અને બગડેલા શાકભાજીને ફેંકી દો, જેથી તે બીજા શાકભાજીને ન બગાડે.
ડુંગળી અને લસણને અલગ રાખો
ડુંગળી અને લસણને અન્ય શાકભાજીથી અલગ રાખો કારણ કે તે ઈથિલિન ગેસ છોડે છે જેના કારણે અન્ય શાકભાજી ઝડપથી પાકી જાય છે.
ટામેટાંને ફ્રિજમાં ન રાખો
ટામેટાંને રૂમ ટેમ્પરેચર પર રાખી શકો છો. ફ્રિજમાં ટામેટાનો સ્વાદ બગડી શકે છે.
પાંદડાવાળા શાકભાજીને ભીના કપડામાં લપેટીને રાખો
પાંદડાવાળા શાકભાજી સાચવવા એક સમસ્યા છે. પાંદડાવાળા શાકભાજીને ભીના કપડામાં લપેટીને ફ્રીજમાં રાખો. તેથી તે તાજા રહી શકે.
શાકભાજી કાપેલા ન રાખો
કેટલાક લોકોને શાકભાજી કાપીને રાખવાની ટેવ હોય છે. જો શક્ય હોય અને ખૂબ ઉતાવળ ન હોય તો શાકભાજી કાપેલા ન રાખો. જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે જ કાપો.
આ પણ વાંચોઃ 77 વર્ષ જૂની કંપની જઈ રહી છે વેચાવા, એમએસ ધોની છે વાઇસ પ્રેસિડન્ટ