ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

‘બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો’ USના આકાશમાં દેખાયું વિશાળ બેનર, વીડિયો

  • બેનર દ્વારા અત્યાચારનો અંત લાવવાની અપીલ કરવામાં આવી છે

ન્યુયોર્ક, 4 ઓકટોબર: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આકાશમાં પ્લેનની પાછળ એક બેનર લગાવવામાં આવ્યું છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો અંત લાવવાની અપીલ કરવામાં આવી છે.

સત્તા પરિવર્તન બાદથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે વૈશ્વિક સ્તરે અવાજ ઉઠવા લાગ્યો છે. ભારતે આ અત્યાચાર અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તે જ સમયે અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના લોકોએ બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહારને લઈને અવાજ ઉઠાવ્યો છે.

જૂઓ આ વીડિયો 

 

વિમાન હડસન નદી પરથી પસાર થયું

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં હિન્દુ સમુદાયના લોકોએ આ વિષય પર વૈશ્વિક પગલા લેવાની માંગ કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહારને રોકવાની અપીલ હડસન નદી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વિશાળ એરલાઇન બેનર દ્વારા કરવામાં આવી હતી. વિશાળ બેનર હડસન નદી પર વિમાન દ્વારા ફરકાવવામાં આવ્યું હતું અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આસપાસ ફેરવવામાં આવ્યું હતું, જે માનવ ગૌરવ, સ્વતંત્રતા અને સમાનતાનું વૈશ્વિક પ્રતીક છે.

બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાઓ પર દુષ્કર્મ

1971માં બાંગ્લાદેશની રચના પછી, ત્યાં હિન્દુઓ વિરુદ્ધ નરસંહાર શરૂ થયો. એક રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશમાં લાખો હિન્દુ મહિલાઓ પર દુષ્કર્મ થયો હતો. બાંગ્લાદેશની હિન્દુ વસ્તી 1971માં 20% થી ઘટીને આજે માત્ર 8.9% થઈ ગઈ છે.

2 લાખથી વધુ હિન્દુઓ પ્રભાવિત થયા

હિંસા, ગરીબી, લિંચિંગ, સગીર છોકરીઓનું અપહરણ અને નોકરીમાંથી બળજબરીપૂર્વક રાજીનામું આપવાની ઘટનાઓ બહાર આવી છે. બાંગ્લાદેશમાં 2 લાખથી વધુ હિન્દુઓ પ્રભાવિત થયા છે. ઉપરાંત, સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જે દેશમાં રહેતા 13થી 15 મિલિયન હિન્દુઓ માટે અસ્તિત્વ ગંભીર ખતરો ઊભો કરે છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ લુપ્ત થવાની આરે

5 ઓગસ્ટ, 2024થી અત્યાર સુધીમાં હિન્દુઓ પર લગભગ 250 હુમલાઓ અને 1,000થી વધુ રિપોર્ટ નોંધાયા છે. આ ખતરાને ઉજાગર કરતા બાંગ્લાદેશ હિન્દુ સમુદાયના સીતાંંગશુ ગુહાએ કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુઓ લુપ્ત થવાના આરે છે. આશા છે કે, આનાથી સંસ્કારી વિશ્વમાં જાગૃતિ આવશે અને લોકો બાંગ્લાદેશમાં ઉગ્રવાદી ઈસ્લામિક દળોના પીડિતોને બચાવવા માટે પગલાં લેવા આગળ આવશે.

બાંગ્લાદેશ અફઘાનિસ્તાન 2.0 બની જશે

આ સાથે સિતાંંગશુ ગુહાએ કહ્યું કે, ‘જો બાંગ્લાદેશ હિન્દુ મુક્ત થઈ જશે તો તે અફઘાનિસ્તાન 2.0 બની જશે. આતંકવાદીઓ પાડોશી ભારત અને પશ્ચિમી દેશો સહિત વિશ્વના અન્ય ભાગોમાં ફેલાઈ જશે. આ દરેકની સમસ્યા છે.’

આ પણ જૂઓ: રાશિદ ખાને કાબુલની લક્ઝરી હોટલમાં કર્યા નિકાહ: અનેક દિગ્ગજોની હાજરી, જૂઓ વીડિયો

Back to top button