બંધ કરો આ મનોરંજન: Bigg Bossના ઘરમાં બંધ ગધેડાને જોઈને PETAનો સલમાન ખાનને પત્ર
- બિગ બોસ 18માં ગધેડાને સ્પર્ધક તરીકે લાવવામાં આવ્યો, જેનું નામ ગધરાજ છે
મુંબઈ, 09 ઑક્ટોબર: PETAએ સલમાન ખાન અને રિયાલિટી શો બિગ બૉસના નિર્માતાઓને મનોરંજન માટે પ્રાણીઓનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. PETA ટીમે સત્તાવાર રીતે બિગ બોસ અને સલમાન ખાનના મેકર્સને પત્ર લખ્યો છે. હકીકતમાં, આ વખતે ‘બિગ બોસ 18’માં એક ગધેડાને સ્પર્ધક તરીકે લાવવામાં આવ્યો છે. જેનું નામ ગધરાજ છે, જેને જોતાં પ્રેક્ષકો મજા માણી રહ્યા છે. બિગબોસ પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને આ ગધેડાનું ધ્યાન રાખવાનું છે. આ દરમિયાન, પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ ઉર્ફે PETAએ પ્રાણીને શોમાં રાખવા સામે વાંધો વ્યક્ત કર્યો છે.
The way this donkey is being pampered in #BiggBoss18, it reminds me of few contestants from #BiggBoss16 #BiggBoss17 #BiggBossOTT3, like Dogla, Panauti, two patni wala, actually the donkey is better than them, more hard-working and not manipulative. pic.twitter.com/w2oRj7Nvcr
— Lady Khabri (@KhabriBossLady) October 7, 2024
PETAએ સલમાન ખાન અને નિર્માતાઓને પત્ર લખ્યો
જે લોકો પ્રાણીઓની નૈતિક સારવારની હિમાયત કરે છે તેઓ PETAમાં કામ કરે છે. આ એક બિન-સરકારી સંસ્થા એટલે કે NGO છે, જે સમાજમાં પ્રાણીઓ સાથે થતા દુર્વ્યવહારને સમાપ્ત કરવા માટે કામ કરી રહી છે. બુધવારે મોકલવામાં આવેલા પત્રમાં, PETAએ કહ્યું કે, “તેમને લોકો તરફથી ગધેડાને શોમાં રાખવા અંગે ફરિયાદો મળી રહી છે. આનાથી લોકો ખૂબ જ પરેશાન છે.” PETAની ટીમે હોસ્ટ સલમાન ખાનને પણ આગ્રહ કર્યો છે કે, તે પ્રોડ્યુસરને મનોરંજનના હેતુઓ માટે પ્રાણીઓનો ઉપયોગ કરતા અટકાવે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘આનાથી માત્ર પ્રાણી પરનું દબાણ જ નહીં પરંતુ દર્શકો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે. અમે તમને વિનંતી કરીએ છીએ કે વકીલ ગુણરત્ન સદાવર્તે, જે કથિત રીતે પોતાના ગધેડા મેક્સને શોમાં લાવ્યા છે, તેમને પણ આગ્રહ કરવામાં આવે કે તેઓ ગધેડોને PETA ઇન્ડિયાને સોંપે. અમે તેને રેસ્ક્યૂ ગધેડાઓ સાથે અભયારણ્યમાં આશ્રય આપીશું. જેનાથી વકીલના ચાહકો પણ ખુશ થઈ જશે.
પત્રમાં આગળ લખવામાં આવ્યું કે, ‘બિગ બોસ એ મનોરંજક શો છે, પરંતુ તેમાં પ્રાણીઓનો ઉપયોગ કરવો એ કોઈ હાસ્યની વાત નથી. ગધેડો કુદરતી રીતે નર્વસ પ્રાણી છે. તેના માટે અને અન્ય પ્રાણીઓ માટે શો સેટ પરની લાઇટ્સ, અવાજો અને ઘોંઘાટ મૂંઝવણભર્યા તેમજ ડરામણા છે. દર્શકો માટે એ સ્પષ્ટ છે કે, ટીવી શોમાં પ્રાણી માટે કોઈ સ્થાન નથી, તેથી તેઓ તે ગધેડાને નાનકડી જગ્યામાં ફસાયેલો જોઈને દુઃખી છે.
અગાઉ શોમાં કૂતરો, પોપટ અને માછલી પણ સ્પર્ધક તરીકે આવ્યા
PETAએ તેના પત્રમાં એવી સલાહ પણ આપી કે, ગધેડા સામાજિક પ્રાણી છે અને તેમનું કલ્યાણ ટોળાઓમાં રહેવાથી છે. એવા દાવાઓ પર પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે, વકીલ ગુણરત્ન સદાવર્તે દૂધ સંબંધિત સંશોધન માટે આ ગધેડાનો ઉપયોગ કરી રહ્યા છે. PETA ઈન્ડિયાની ટીમે સ્પષ્ટતા કરી છે કે, ગધેડા તેમના બાળકો માટે જ દૂધ બનાવે છે. એવું પણ લખવામાં આવ્યું છે કે આ પહેલીવાર નથી જ્યારે બિગ બોસમાં કોઈ પ્રાણીને લાવવામાં આવ્યું હોય. અગાઉ આ શોમાં એક કૂતરો, પોપટ અને માછલીને પણ સ્પર્ધક તરીકે લાવવામાં આવ્યા છે.” આ પત્ર સલમાન ખાન, વાયકોમ 18 નેટવર્ક (જે કલર્સ ચેનલ ધરાવે છે) અને પ્રોડક્શન હાઉસ બનિજય એશિયાને લખવામાં આવ્યો છે.
આ પણ જૂઓ: કંગના રાણાવતને કોર્ટે મોકલી નોટિસ, જાણો શું છે મામલો