આ ગધેડાઓને રોકોઃ મીકા સિંહે રણવીર અલાહાબાદિયા અને સમય રૈના પર કાઢી ભડાસ
![આ ગધેડાઓને રોકોઃ મીકા સિંહે રણવીર અલાહાબાદિયા અને સમય રૈના પર કાઢી ભડાસ hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/mica-singh.jpg)
- હવે ગાયક મીકા સિંહે પણ રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ શોમાં અભદ્ર મજાકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે
HD ન્યુઝ ડેસ્કઃ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા અને કોમેડિયન સમય રૈના હાલમાં તેમની અભદ્ર કોમેડીને કારણે ખૂબ ખરાબ રીતે વિવાદમાં ફસાયા છે. કોમેડી રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના જજ તેમજ આયોજકો સામે માતાપિતા વિશે અભદ્ર મજાક કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે. મોટા રાજકારણીઓ અને ઘણા સેલેબ્સે પણ રૈના અને અલ્હાબાદિયાના શબ્દોની ટીકા કરી છે. હવે ગાયક મીકા સિંહે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ શોમાં અભદ્ર મજાકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને અપશબ્દોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
મીકા સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો રિલીઝ કર્યો જેમાં તેણે રૈના અને અલ્હાબાદિયા પર કટાક્ષ કર્યો, અને ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટને બકવાસ કન્ટેન્ટ ગણાવ્યું છે. વીડિયોમાં મીકા કહી રહ્યો છે, મેં પણ તે એપિસોડ જોયો છે. આ ખૂબ જ મૂર્ખતાપૂર્ણ છે અને તેમાં લોકો વિચિત્ર અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે અને કંઈપણ બોલી રહ્યા છે. હું સહમત છું કે આ શોના ઘણા ચાહકો હશે અને ઘણા લોકોને તે ખૂબ ગમશે, પરંતુ તેમાં ખરેખર ખરાબ શબ્દોનો ઉપયોગ થયો છે અથવા તે ફક્ત તે લોકો માટે છે જેમને તે ગમે છે, પરંતુ જ્યારે તમે સોશિયલ મીડિયા પર રીલ્સ સ્ક્રોલ કરો છો અથવા યુટ્યુબ પર સર્ફ કરો છો, ત્યારે આ એપિસોડ્સની બધી સામગ્રી ત્યાં દેખાય છે. આ લોકો ખૂબ જ અપશબ્દો વાપરે છે. તેમાં એક છોકરી પણ છે, તે પણ ગાળો બોલી રહી છે, ગંદા શબ્દો વાપરી રહી છે.
View this post on Instagram
મીકા સિંહે આગળ કહ્યું, તેમને રોકવા માટે કોઈની જરૂર છે… મને ત્યારે ગુસ્સો આવે છે જ્યારે મારો કે દિલજીત દોસાંઝનો શો હોય ત્યારે ઘણા લોકો દેશની રક્ષા કરવા દોડી આવે છે. દારૂ પર ગીતો ન ગાઓ, જાહેર શોમાં આ ન કરો , તે ન કરો… શું તમને લોકોને આ ગધેડાઓ દેખાતા નથી? અમારા જેવા ગાયકો કે સેલિબ્રિટીઓને નોટિસ મોકલવામાં આવે છે. તો શું તમે આ ગધેડાઓને રોકી શકતા નથી. શું એ તમારી ફરજ નથી? આ લોકો કેટલો બકવાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ બી પ્રાકે રણવીર સાથે પોડકાસ્ટ કેન્સલ કરી કહ્યું, સનાતન ધર્મની વાત કરનારના આટલા હલકા વિચારો?