ચૂંટણી 2024ટ્રેન્ડિંગ

Stop The Count: લોકસભા ચૂંટણીના પરિણામોની વચ્ચે ટ્રમ્પનું ટ્વિટ વાયરલ

Text To Speech
  • વર્ષ 2020ના એક ટ્વિટમાં ટ્રમ્પે લખ્યું હતું કે Stop The Count. એક્સ પ્લેટફોર્મ પર હવે અનેક યૂઝર્સ આ ટ્વિટને શેર કરી રહ્યા છે

4 જૂન, નવી દિલ્હીઃ ભારતમાં લોકસભા ચૂંટણી 2024 માટે વોટોની ગણતરી ચાલી રહી છે. બપોરે 3 વાગ્યાસુધી એનડીએ 298 બેઠકો પર આગળ છે, તો બીજી બાજુ ઈંડિયા ગઠબંધનને 225 બેઠકો મળતી દેખાઈ રહી છે. ચોંકાવનારા પરિણામોની વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક જુનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.

વર્ષ 2020ના એક ટ્વિટમાં ટ્રમ્પે લખ્યું હતું કે Stop The Count. એક્સ પ્લેટફોર્મ પર હવે અનેક યૂઝર્સ આ ટ્વિટને શેર કરી રહ્યા છે. ટ્વિટ શેર કરનારા લોકોમાં એનડીએ અને ઈન્ડિયા બંને એલાયન્સના લોકો જોડાયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીઓનું રિઝલ્ટ એક્ઝિટ પોલ પ્રમાણે આવી રહ્યું નથી. આ કારણે આ ટ્વિટ વાયરલ થયું છે.

ટ્રમ્પે ચૂંટણી પ્રક્રિયામાં લગાવ્યો હતો છેતરપિંડીનો આરોપ

વાયરલ થઈ રહેલું ટ્વિટ વર્ષ 2020ની ચૂંટણી પ્રક્રિયાઓ દરમિયાનના છે. દાયકાઓ બાદ અમેરિકામાં ખૂબ જ તણાવપૂર્ણ ચૂંટણીઓ થઈ હતી. આ વખતે ટ્રમ્પે ચૂંટણી પરિણામોમં છેતરપિંડીનો આક્ષેપ લગાવતા વોટોની ગણતરી રોકવાની માંગણી કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે જો તમે લીગલ વોટોની ગણતરી કરશો તો હું સરળતાથી ચૂંટણી જીતી જઈશ, જોકે આ માટે તેમણે કોઈ પૂરાવા આપ્યા ન હતા.

આ પણ વાંચોઃ એનડીએ બચાવવા પીએમ મોદી અને અમિત શાહ સક્રિય, જાણો શું ચાલી રહી છે રાજકીય ગતિવિધિ?

Back to top button