ભાજપના ધારાસભ્યની કાર પર પથ્થરમારો, જાણો ક્યાં બની આ ઘટના?
- એમપીના બાંદાના ધારાસભ્યની ચાલતી કાર પર અજાણ્યા બદમાશોનો હુમલો
- કરઈ ગામની પાસે બનેલી આ ઘટનામાં ગાડીનો કાંચ તૂટી ગયો હતો
- ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ લોધીએ પોલીસ સમક્ષ ઘટનાની ફરીયાદ નોંધાવી હતી
મધ્યપ્રદેશ, 28 એપ્રિલ: એમપીના બાંદા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ લોધીની ગાડી પર શનિવારે રાતે પત્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થર લાગવાથી ધારાસભ્યની ગાડીનો કાંચ ટૂટી ગયો હતો. આ ઘટના બરાયઠા પોલીસ સ્ટેસનની પાસેના કરઈ ગામ કરઈની પાસે આવેલા સિલોટ નદીના ઘાટ પાસે બની હતી. ધારાસભ્ય પોતાના મત વિસ્તારના અલગ અલગ ગામમાં આયોજીત લગ્ન સમારોહમાં હાજરી આપીને પાછા આવી રહ્યા હતા. આ ઘટનાક્રમની જાણ થતા જ ધારાસભ્યના સમર્થકો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. જ્યાં ધારાસભ્ય વીરેંન્દ્ર સિંહ લોધીની કાર પર અજાણ્યા વ્યક્તિએ પથ્થર માર્યો હતો. આ મામલે પોલીસે અજાણી વ્યક્તિની વિરૂધ્ધમાં ફરિયાદ નોંધી હતી.
ઘટના અંગે ધારાસભ્યે નોંધાવી ફરીયાદ
બાંદાના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ લોધીએ જણાવ્યું કે બંડા ધારાસભ્ય વીરેંન્દ્ર્ સિંહ લોધી એ જણાવ્યું કે શનિવારે વિધાનસભા વિસ્તારના અલગ-અલગ ગામમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. ગામ બગરોઈ, રિછાઈ, શાહગઢમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત બાંદા ઝઈ રહ્યા હતા. સિલોટ નદીના ઘાટ પર અજાણ્યા વ્યક્તિએ મારી ચાલતી ગાડી પર પથ્થર મારો કર્યો હતો, તે એટલો જોરથી પથ્થર વાગવાથી કાંચ તૂટી ગયો હતો. અને કાંચના ટૂકડા મારા પર પડયા હતા. પથ્થર કોણે માર્યો એ વિશે કંઈ કહી ના શકું, પણ આ ઘટના માટે કોઈના પર શંકા પણ નથી. જોકે પોલીસને આ બાબતની ફરીયાદ કરી છે.
પોલીસ આ ઘટનાના આરોપીની કરી રહી છે શોધખોળ
મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બાંદાથી ભાજપના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ લોધીની કાર પર શનિવારે રાત્રે અજાણ્યા બદમાશોએ હુમલો કર્યો હતો. પત્થરોથી તેમની કારની આગળની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી. ધારાસભ્ય કારની આગળની સીટ પર હતા પરંતુ તેમને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટના બારૈથા પોલીસ સ્ટેશન વિસ્તારના કરાઈ ગામ પાસે બની હતી. પથ્થર મારનારાની શોધખોળ કરી રહેલા બરાયઠા પોલીસ પ્રભારી મકસૂદ અલીએ જણાવ્યું કે બાંદા ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ લોધી શાહગઢ તરફથી આવી રહ્યા હતો ત્યારે સિલોટ નદીના ઘાટ પર તેની ગાડી પર અજાણ્યાા વ્યક્તિએની વિરુધ્ધમાં ફરીયાદ નોંધીને તપાસ ચાલું છે. આરોપીની શોધખોળ થઈ રહી છે.
દમોહ સંસદીય મતવિસ્તારમાં બાંદા વિધાનસભા
જણાવી દઈએ કે બાંદા વિધાનસભા દમોહ સંસદીય ક્ષેત્રમાં છે, જ્યાં 26 એપ્રિલે મતદાન થયું હતું. દમોહથી ભાજપે રાહુલ સિંહ લોધીને ટિકિટ આપી હતી, જેઓ દમોહ વિધાનસભા સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના તરવર સિંહ લોધી સાથે છે. લોકોએ તેમના ભાગ્યનો નિર્ણય કર્યો છે. હવે પરિણામ 4 જૂન, 2019ના રોજ આવશે અને 2014ની લોકસભા ચૂંટણીમાં અહીંથી ભાજપના પ્રહલાદસિંહ પટેલની જીત થઈ હતી.
આ પણ વાંચો: ‘ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરનારાઓની ગરદન કાપી નાખો’: ભાજપના MLAનું નિવેદન