ગુરૂવારે રાત્રે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ટ્રેનમાં હતાં
અમદાવાદ, 8 ડિસેમ્બર 2023, રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થર મારાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઈ કાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસેથી પસાર થતી વંદેભારત ટ્રેન પર પથ્થર મારો કરાયો હતો. જેમાં ટ્રેનના કાચને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ટ્રેનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મુસાફરી કરી રહ્યાં હતાં. રેલવે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વંદે ભારત ટ્રેનના C-4 કોચ પર બીલેશ્વર વચ્ચે કોઈ અજાણ્યા શખ્શોએ પથ્થરમારો કર્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવી જે ટ્રેનમાં સવાર હતા તે જ ટ્રેન પર થયો પથરમારો થયો હતો. રાજકોટમાં ટ્રેન પ્રવેશે તે પહેલાં આવેલા સ્લમ વિસ્તારમાંથી કોઈ શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ RPF દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પથ્થરમારા દરમિયાન કોઈને જાનહાની થઈ નથી.
कुछ अपनो के साथ, रास्ते और भी यादगार बन जाते है!
Rajkot ➡️ Ahemdabad
🚍 દાદા ની સવારી#StateTransport pic.twitter.com/GnFD2UBKjF— Harsh Sanghavi (@sanghaviharsh) December 8, 2023
રાજકોટના એસટી બસ પોર્ટની મુલાકાત લીધી
આ પછી તેઓ શહેરના ઢેબર રોડ પર આવેલ મુખ્ય એસટી બસપોર્ટ પર 11 વાગ્યે પહોંચ્યા હતા. અધિકારીને સાથે રાખી હર્ષ સંઘવીએ બસપોર્ટના અલગ અલગ વિભાગોની મુલાકાત લીધી હતી અને કેટલાક મુસાફરો સાથે વાતચીત કરી યુવા મુસાફરો સાથે સેલ્ફી પણ પડાવી હતી.હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતનો દરેક નાગરિક જ્યારે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે તે વડાપ્રધાન મોદીનો આભાર જરૂર માને છે.
During my journey by vande bharat train from Ahmedabad to Rajkot today,had a pleasant interaction with my Co-passengers. #VandeBharat pic.twitter.com/rhvoqccN5m
— Harsh Sanghavi (@sanghaviharsh) December 7, 2023
મુસાફરો સાથે હર્ષ સંઘવીએ વાતો કરી અને સેલ્ફી લીધી
મેક ઇન ઇન્ડિયા એટલે વંદે ભારત ટ્રેન. રાજકોટ પબ્લિક બસ સ્ટેશનની મુલાકાત કરવાનો અવસર મળ્યો. અહીં મુસાફરોને મળી તેમની સમસ્યાઓ જાણી અને તેમની પાસેથી સઝેશન પણ મળ્યા. ગુજરાતના 25 લાખ નાગરિકો રોજ એસટી બસનો ઉપયોગ કરે છે. આ પછી તેઓએ બસ આવે ત્યાં સુધી પ્લેટફોર્મ પર ઊભા રહી બસની રાહ જોઈ હતી. રાત્રે 11.45 વાગ્યે દ્વારકા-ગાંધીનગર સ્લીપર કોચ બસમાં બેસી અમદાવાદ જવા રવાના થયા હતા. જેમાં વચ્ચે રસ્તામાં ચોટીલા સાયલા વચ્ચે હોટલ દર્શન ખાતે બસને સ્ટોપ આપવામાં આવ્યું હતું.