ખેરાલુમાં રામ શોભાયાત્રા પર થયો પથ્થરમારો, પોલીસ પહોંચી ઘટના સ્થળે
- ખેરાલુ કડીયા બજાર વિસ્તારમાં રામ શોભાયાત્રા દરમિયાન થયો પથ્થરમારો
મહેસાણા, 21 જાન્યુઆરી: આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ખુણે ખુણે તેની ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો
મળતી માહિતી પ્રમાણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી પ્રસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ અનેક યુવાનોએ પણ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
પથ્થરમારો થતાં ખેરાલુમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પથ્થરમારો કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો: વડોદરા બોટ દુર્ઘટનાઃગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ