ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તોફાન કે પછી કાવતરું? વંદે ભારત ટ્રેન પર એક જ દિવસમાં ચાર જગ્યાએ પથ્થરમારો

Text To Speech

બેંગલુરુ (કર્ણાટક), 05 માર્ચ: એક જ દિવસમાં ચાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. આ ઘટના રવિવારે બની, જ્યારે ટ્રેન બેંગલુરુમાં દક્ષિણ-પશ્ચિમ રેલવે ઝોનથી પસાર થઈ હતી. રાહતની વાત એ છે કે, આ દુર્ઘટનામાં ટ્રેનમાં બેઠેલા કોઈપણ મુસાફરને ઈજા પહોંચી ન હતી. જો કે, ટ્રેનના કોચની કેટલીક બારીઓને નુકસાન થયું છે. કેટલાક તોફાનીઓએ સાઉથ વેસ્ટર્ન રેલવે (SWR) ઝોનમાંથી પસાર થતી વખતે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં વિવિધ સ્થળોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગે રેલવે અધિકારીએ જણાવ્યું છે.

ચાર અલગ-અલગ સ્થળો પર પથ્થર ફેંક્યાનાં બનાવો

અધિકારીઓએ જણાવ્યું કે પથ્થરમારાની દરેક ઘટનાના સંબંધમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે.

  1. પ્રથમ ઘટના રવિવારે સવારે 6.15 વાગ્યે બની હતી જ્યારે ધારવાડ વંદે ભારત એક્સપ્રેસને ચિક્કાબનવારા રેલવે સ્ટેશન પરથી પસાર થયા બાદ તોફાનીઓએ પથ્થરો ટ્રેન પર ફેંક્યા હતા.
  2. બીજી ઘટના બપોરે 3.20 વાગ્યે બની જ્યારે ટ્રેન (નંબર 20662) ધારવાડથી બેંગલુરુ સિટી જંક્શન તરફ જઈ રહી હતી.
  3. ત્રીજી ઘટના સાંજે 4.30 વાગ્યે બની હતી જ્યારે મૈસૂર જંક્શનથી ચેન્નઈ સેન્ટ્રલ જતી ટ્રેન (નંબર 20608) પર આંધ્ર પ્રદેશના કુપ્પમ સ્ટેશનની સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
  4. ચોથો બનાવ રાત્રે 8 વાગ્યે બન્યો, જ્યારે ટ્રેન (નંબર 20704) આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં ધર્માવરમ જંકશન નજીકથી પસાર થઈ.

તોફાનીઓની શોધખોળ હાથ ધરાઈ

SWRના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રેલવે એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે અને ગુનેગારોને પકડવા માટે તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ બેંગલુરુ ડિવિઝનમાં સંવેદનશીલ સ્થળો અને વિભાગોમાં પેટ્રોલિંગ કરી રહી છે જેથી ટ્રેનો પર પથ્થરમારાની આવી ઘટનાઓ અટકાવી શકાય. જો કે, આ મામલમાં હજુ સુધી કોઈ પણ શખ્સની ધરપકડ થઈ નથી. અગાઉ તમિલનાડુમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર વડે હુમલો કરાયો હતો, જેમાં 9 બારીના કાચને નુકસાન પહોંચ્યું હતું.

આ પણ વાંચો: વંદે ભારત ટ્રેનના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, IRCTC હરકતમાં આવ્યું

Back to top button