ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

VIDEO: ટ્રેન પર પથ્થરમારા બાદ શ્રદ્ધાળુઓમાં ડરનો માહોલ, પીએમ મોદીને કરી અપીલ

Text To Speech

જલગાંવ, 13 જાન્યુઆરી 2025: આજથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની શરુઆત થઈ ગઈ છે. પોષ પૂર્ણિમાના દિવસે સંગમમાં ડુબકી લગાવવા માટે દેશ દુનિયાના હજારો, લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ દરમ્યાન મહારાષ્ટ્રના જલગાંવથી એક શરમજનક હરકત સામે આવી છે. જ્યાં સૂરતથી છપરા જઈ રહેલી તાપ્તી ગંગા એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો છે. જેમાં મોટા ભાગના મુસાફરો પ્રયાગરાજ થઈ રહ્યા હતા. મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશન નજીક તાપ્તી ગંગા એક્સપ્રેસ પર પથ્થરમારો થવાની ડબ્બાની બારીઓના કાચ તૂટી ગયા છે.

મુસાફરોમાં ડરનો માહોલ

પ્રયાગરાજમાં કુંભ મેળામાં જઈ રહેલા કેટલાય યાત્રીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ મુસાફરોમાંથી કેટલાય લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેમાં નુકસાન પણ બતાવ્યું છે અને રેલવે અધિકારીઓને ટ્રેનની સુરક્ષા વધારવાની અપીલ કરી છે.

રેલ મંત્રીજી, મોદીજી બચાવી લો

યાત્રીઓએ પથ્થરમારાની ઘટના બાદ તૂટેલા કાચના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. એક યાત્રીએ વીડિયોમાં જણાવ્યું કે અમે સૂરતથી પ્રયાગરાજ જવા નીકળ્યા છીએ, જલગાંવથી 3 કિમી આગળ અસામાજિક તત્વો દ્વારા ટ્રેન પર પથ્થરમારો કર્યો. તેમણે પીએમ મોદીથી લઈને રેલ મંત્રી અને મુખ્યમંત્રીને યાત્રીઓની સુરક્ષાની ખાતરી કરવાની માગ કરી છે.

આ મામલે તપાસમાં લાગી પોલીસ

ઘટનાને લઈને રેલવે તરફથી કહેવાયું છે કે તાપ્તી ગંગા એક્સપ્રેસના જલગાંવ રેલવે સ્ટેશનથી રવાના થતાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ પથ્થર ફેંકી ટ્રેનના ડબ્બાના કાચ તોડી નાખ્યા. દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી દીધી છે.

આ પણ વાંચો: મહાકુંભ/ મુલાયમ સિંહ યાદવની મૂર્તિને જોઈને સંતોની લાગણી દુભાઈ, નેતાને ગણાવ્યા હિંદુ વિરોધી

Back to top button