ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગશ્રી રામ મંદિર

ખેરાલુ બાદ વડોદરાના ભોજ ગામે રામ શોભાયાત્રા પર પથ્થરમારો, 10 મહિલા ઈજાગ્રસ્ત

Text To Speech
  • ખેરાલુ બાદ વડોદરાના ભોજ ગામે રામલલાની શોભાયાત્રા પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતાં તંગદિલીનો માહોલ સર્જાયો

વડોદરા, 22 જાન્યુઆરી: આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇને સમગ્ર દેશ આજે રામ ભક્તિમય બન્યો છે. ત્યારે વડોદરાના પાદરાના ભોજ ગામે કોમી છમકલાની ઘટના સામે આવી છે. ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રામ શોભાયાત્રા પર પથ્થરમારો થતાં તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જૂઓ વીડિયો

પથ્થરમારામાં 10 મહિલાઓ ઈજાગ્રસ્ત

રામ શોભાયાત્રા પર પથ્થરમારો થતાં 10 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે. શોભાયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ઓછો હોવાની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ ઘટના બાદ પોલીસનો પૂરતો કાફલો પહોંચ્યો છે.

કોણે પથ્થરમારો કર્યો તે અંગે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. પથ્થરમારો કરનારાઓને ઝડપી પાડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમાજવટ બાદ મામલો થાળે પડ્યો છે. હિન્દુ એકતા સંગઠન દ્વારા ગામેઠાથી સ્કૂટર રેલી નિકળી હતી. એક પછી એક ગામમાં ફરી રેલી રસ્તામાં આવતા ગામો બાદ ભોજ ગામમાં પહોંચી હતી. જ્યાં પથ્થરમારો થતાં મહિલાઓને સામાન્ય ઇજા પહોંચી હતી. આ રેલી વિવિધ ગામમાં ફરી પાદરા ભાથુજી મંદિર સંપન્ન થવાની હતી. પાદરાના પીઆઈ તડવીએ જણાવ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ખેરાલુમાં પણ રામ શોભાયાત્રા પર થયો હતો પથ્થરમારો 

ગઈ કાલે મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હિન્દુઓની આશા પૂર્ણ થઈ, કાર સેવકોને અયોધ્યા જવા ખાસ વ્યવસ્થા કરાશે: સી.આર.પાટીલ

Back to top button