ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં શોભાયાત્રા પર પથ્થમારોઃ સોશિયલ મીડિયા ગ્રૂપ એડમિન્સને આપી ચેતવણી

મુંબઈ (મહારાષ્ટ્ર), 24 જાન્યુઆરી: મુંબઈના મીરા રોડ પર શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ પોલીસ કડકાઈથી વર્તી રહી છે. પોલીસે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા યુઝર્સને કડક ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે હવે શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું છે. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝિંગ શરૂ કર્યું હતું. મહત્ત્વનું છે કે, સોમવારે અયોધ્યામાં રામ મંદિર કાર્યક્રમ પહેલા અને પછી મીરા રોડ પર હિંસા ફાટી નીકળી હતી. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં 15 ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.

પોલીસે સોશિયલ મીડિયા યુઝર્સને ચેતવણી આપી

મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસે એક નોટ જારી કરીને તમામ સોશિયલ મીડિયાના ગ્રૂપ એડમિનને ધ્યાનમાં રાખવા કહ્યું છે કે સમાજમાં શાંતિ જાળવવા માટે, તેઓ મીરા રોડમાં બનેલી ઘટના સાથે સંબંધિત કોઈપણ અર્થહીન માહિતી ફોરવર્ડ ન કરે. સોશિયલ મીડિયા પર જોક્સ કે વીડિયો ફોરવર્ડ ન કરો. જો પોલીસના આ આદેશનો ભંગ થશે તો પોલીસ ગ્રુપ એડમિન સામે કડક કાર્યવાહી કરશે.

પોલીસે આગળ કહ્યું કે, વ્હોટ્સઅપ ગ્રુપ એડમિન અને ગ્રુપના તમામ સભ્યોને જણાવવામાં આવ છે કે, 21 જાન્યુઆરી મીરા-ભાઈંદરના નયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાના સંબંધમાં પોલીસે કેસ દાખલ કર્યો છે. હાલ આ મામલાની તપાસ હાથ ધરાઈ છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આ વિસ્તારનો માહોલ હાલમાં શાંત છે અને કેટલાક લોકો આ ઘટના અંગે વિવિધ માધ્યમો દ્વારા જુદા-જુદા વીડિયો ફરતા કરી રહ્યા છે અને તેનાથી સમાજમાં ગેરફરજ ફેલાઈ રહી છે.

શોભા યાત્રામાં પથ્થરમારો અને તોડફોડ

મુંબઈના મીરા રોડના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં બે જૂથો એકબીજા પર પથ્થરમારો કરતા જોવા મળે છે. વાસ્તવમાં, અયોધ્યામાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને મીરા રોડથી નવા નગર વિસ્તાર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી, તે દરમિયાન ત્યાં અચાનક અથડામણ થઈ હતી. પોલીસનું કહેવું છે કે ટોળાએ શોભાયાત્રામાં ભગવા ઝંડા લઈને આવેલી કાર અને બાઇક પર પથ્થરમારો કર્યો હતો, આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ટોળાએ પથ્થરો અને લાકડીઓ વડે કારમાં પણ તોડફોડ કરી હતી. જે બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

13 લોકોની અટકાયત કરવામાં આવી

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં કોઈપણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેને કડક સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરીને અન્ય આરોપીઓની ઓળખ શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ખેરાલુમાં પથ્થરમારાની ઘટના બાદ પણ સ્થિતિ શાંત થઇ નથી, હાઇવે પર વધુ બે દુકાનમાં લાગી આગ

Back to top button