ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારોઃ નારાજ કાર્યકર્તાનું કૃત્ય


ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 માટેની મતગણતરી પુરી થવા આવી છે. ભાજપ બહુમતી મેળવી ચુક્યો છે. આગામી પાંચ વર્ષ સુધી હવે ગુજરાતનો ગઢ ભાજપ પાસે રહેશે. ભાજપે આ વર્ષે રેકોર્ડબ્રેક જીત મેળવી છે. કોંગ્રેસ ભાજપના જાદુ નીચે કચડાઇ ગયો છે. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થયા છે. નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસના પાલડી સ્થિત કાર્યાલય પર પથ્થરમારો કર્યો છે.
કોંગ્રેસ કચડાયું, આપની ‘સફાઇ ‘
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, મુખ્ય ચહેરાઓ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયાનો પરાજય થયો છે. એવુ લાગી રહ્યુ છે કે આપની તેના જ ઝાડુ વડે લોકોએ ‘સફાઇ’ કરી દીધી છે. 2017ની ચુંટણીઓમાં કોંગ્રેસે 77 બેઠકો જીતીને આંચકો આપ્યો હતો, પરંતુ આ વખતે ખુદ કોંગ્રેસ ભાજપના જાદુ નીચે કચડાઇ ગયો છે.
આ પણ વાંચોઃ ડીસામાં ભાજપના પ્રવીણ માળીના વિજયની તૈયારી શરૂ, કાર્યકરો ભાજપના ધ્વજ લઈ ઉમટ્યા