ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતીય સૈન્યના ચોરાયેલા યુનિફોર્મ રાજસ્થાનના પોકરણમાંથી મળી આવ્યા, ચારની ધરપકડ

Text To Speech

જેસલમેર: ભારતીય સેનાના ઇન્ટેલિજન્સ યુનિટે જથ્થાબંધ નવા આર્મી યુનિફોર્મ રાખવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે. ભારતીય સેનાના નવા યુનિફોર્મની હાજરીની શંકા બાદ સેનાના ઇન્ટેલિજન્સ યુનિટે રાજસ્થાનના પોખરણમાં સર્ચ કર્યું અને ત્યાંથી ભારતીય સેનાના કુલ 80 નવા યુનિફોર્મ મળી આવ્યા છે.

પોખરણમાં નાચના ફાંટે પાસે સુરક્ષા દળોએ એક કારને રોકી હતી. કારની અંદર 80 નવા આર્મી યુનિફોર્મ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. આ ચારેય રાજસ્થાનના રહેવાસીઓ સુરતગઢની કેટલીક દુકાનોમાંથી વસ્તુઓ ભેગી કરીને જેસલમેર જઈ રહ્યા હતા ત્યારે આર્મી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમજ સફેદ કલરની અલ્ટો કાર પણ જપ્ત કરવામાં આવી છે.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ભારતીય સેનાના ગુપ્તચર એકમએ રાજસ્થાનના પોખરણમાં 80 નવા આર્મી યુનિફોર્મ્સ મેળવ્યા છે. આ નવા યુનિફોર્મ રાખવા બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.”

 

80 આર્મી યુનિફોર્મને સાથે રાખવા કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર હોઈ શકે છે. યુનિફોર્મ રિકવર કરવાની સાથે ઈન્ટેલિજન્સ યુનિટે ચાર લોકોની ધરપકડ કરી છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભારતીય ટેરિટોરિયલ આર્મીએ ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા કરી તૈયારી, જાણો શું છે ?

Back to top button