નિફ્ટી નીચે કે ફ્લેટ ખુલવાની ધારણા, આ ટ્રેડ કરતા પહેલા આ 7 સંકેતો ધ્યાનમાં રાખો

મુંબઇ, 10 માર્ચઃ ગિફ્ટ નિફ્ટીના સંકેતો અનુસાર આજે શેરબજાર કે ભારતીય ઇક્વિટી માર્કેટ અલબત્ત નિફ્ટી અને સેન્સેક્સ ફ્લેટ કે નીચુ ખુલે તેવી શક્યતા સેવાય છે. તેનું કારણ એ છે કે એશિયન ઇક્વિટી માર્કેટ મિશ્ર સંકેતો દર્શાવી રહ્યા છે. અમેરિકન માર્કેટ શુક્રવારે પોઝીટીવ બંધ આવ્યુ હતું, જોકે પાછલા સપ્તાહે રોકાણકારો ટેરિફના સતત ઓથાર હેઠળ રહ્યા હતા. જ્યારે ભારતીય શેરબજારની વાત કરીએ તો એનએસઇ નિફ્ટી 50 અને સેન્સેક્સમાં એકંદરે નરમાઇ જોવા મળી હતી.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે છેડાયેલા વેપાર યુદ્ધને કારણે એશિયન માર્કેટમાં સોમવારે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. જેમ કે જાપાનનો નિક્કેઇ 225 ફ્લેટ રહીને 36,886 પર બંધ આવ્યો હતો. જ્યારે એશિયા ડાઉ 1.6 ટકા નીચે 3717.31 પર અને સાઉથ કોરિયાનો કોસ્પી 0.37 વધીને 2,573 પર અને શાંઘાઇ કંપોઝીટ ફ્લેટ 3,373 પર બંધ આવ્યો હતો. આમ આ સંકેતો નિફ્ટી અને સેન્સેક્સને અસર કરશે. નિફ્ટીમાં આજે ટ્રેડ કરતા પહેલા નીચેના 7 સંકેતોને ધ્યાનમાં રાખવા જોઇએ.
અમેરિકન માર્કેટ્સ
અમેરિકન માર્કેટ્સ શક્રવારે ઊંચા મથાળે બંધ આવ્યા હતા. એસએન્ડપી 500 0.55 ટકા વધ્યો હતો અને અંતે 57770.20 પર બંધ આવ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 222.64 પોઇન્ટ અથવા 0.52 ટકા વધીને 42,801.72, નાસડેક કંપોઝીટ 0.7 ટકા વધીને સત્રના અંતે 18,196.22 પર બંધ આવ્યો હતો. આ તમામ આંકડાઓ સામે નિફ્ટી પ્રતિભાવ કેવો આપે છે તે જોવાનું રહેશે.
ટેરિફ વોરઃ ચીનનો વળતો ઘા
ચીને અમેરિકાને વળતો જવાબ આપતા અમેરિકાની અસ્ખ્ય પ્રોડક્ટ્સ પર 10-15 ટકા ટેરિફની ઘોષણા કરી છ. આ ટેરિફ આજથી અમલમાં આવશે. ચીને ખાસ કરીને રાયડાનું તેલ, રાયડો, કઠોળ જેવી કૃષિ સંબંધિત પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદી છે.
અમેરિકી ડોલર
વિશ્વના છ ચલણો સામે ડોલરનું મૂલ્ય દર્શાવતો અમેરિકી ડોલર ઇન્ડેક્સ 0.23 ટકા ઘટીને સોમવારે સવારે 103.60 પર ક્વોટ થયો હતો. છ ચલણોના આ બાસ્કેટમાં બ્રિટીશ પાઉન્ડ, યૂરો, સ્વીડીશ ક્રોના, જાપાનીઝ યેન, સ્વીસ ફ્રાંક વગરેનો સમાવેશ થાય છે. જ્યારે ભારતીય રૂપિયા અમેરિકી ડોલર સામે 7 માર્ચના રોજ 86.87 પર મજબૂત બંધ આવ્યો હતો.
ક્રૂડ ઓઇલ
આજે સવાર સુધીમાં ક્રૂડ ઓઇલ નરમ ચાલી રહ્યુ છે. WTI ક્રૂડની કિંમત 0.29 ટકા નીતે 66.83 ડોલર જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.28 ટકા નીચે 70.17 ડોલરના મથાળે ચાલી રહ્યા છે.
એફઆઇઆઇ, ડીઆઇઆઇ ડેટા
વિદેશી સંસ્થાકિય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. 2,320.36 કરોડના વેચાણ સાથે ચોખ્ખા વેચવાલ તરીકે ઉભરી આવ્યા હતા. દરમિયાનમાં ઘરેલુ સંસ્થાકિય રોકાણકારો (ડીઆઇઆઇ)એ એટલી જ રકમની લેવાલી 7 માર્ચે કરી હતી એમ એનએસઇ પરનો કામચલાઉ ડેટા દર્શાવે છે.
આજે ગોલ્ડનો દર
24 કેરેટ ગોલ્ડનો ભાવ 10 ગ્રામદીઠ રૂ. 86,140 છે. છેલ્લા એક સપ્તાહમાં ગોલ્ડમાં 0.5 ટકાનો ઘટાડો થયોહતો અને પાછલા મહિને 1.3 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. 22 કેરેટ ગોલ્ડનો આજનો ભાવ 10 ગ્રામદીઠ રૂ. 78,962 રહ્યો હતો. તેમજ 18 કેરેટ ગોલ્ડનો ભાવ રૂ. 64,605 છે.
આ પણ વાંચોઃ મોટા સમાચાર: કેનેડાને મળશે નવા પ્રધાનમંત્રી, માર્ક કાર્ની લેશે જસ્ટિન ટ્રુડોની જગ્યા