સુરતની કલ્યાણ જ્વેલર્સની ઓપનિંગ ઈવેન્ટમાં ભાગદોડ મચતા બાળકો સહિત અનેક લોકો થયા ઘાયલ


સુરત, 27 એપ્રિલ: સુરતના અડાજણના એલપી રોડ ખાતે શનિવારે કલ્યાણ જ્વેલર્સના ઉદ્ઘાટનમાં રણબીર કપુરે હાજરી આપી હતી. આ દરમિયાન આ સ્ટાર એક્ટરને જોવા ઉમટેલી ભીડ બેકાબુ બનીને બેરીકેડ તોડતા ભાગદોડ મચી ગઈ હતી.જેમાં નાના બાળકો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ઘટતા જ રણબીર કપુરે પર્ફોમન્સ આપ્યા વિના તરત જ એરપોર્ટ માટે રવાના થઈ ગયો હતો.
કલ્યાણ જ્વેલર્સની ઓપનિંગ સેરેમનીમાં રણબીર પરફોર્મન્સ આપવાનો હતો
સુરતમાં કલ્યાણ જ્વેલર્સના ઉદ્ધાટનમાં બોલિવુડ સ્ટાર રણબીર કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આથી આ કાર્યક્રમમાં રણબીર કપુરને જોવા શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સુરતના અડાજણના એલપી રોડ પર કલ્યાણ જ્વેલર્સના ઓપનિંગ સેરેમનીમાં રણબીર કપુરે પર્ફોમન્સ આપવા આવ્યો હતો. તેને જોવા એટલી ભીડ ઉમટી હતી કે આખો એલપી રોડ બંધ થઈ ગયો હતો. જોકે આ દરમિયાન સ્ટારને જોવા આવેલા લોકોની ભીડ કાબુમાં ના રહેતા ભાગદોડ મચી જવા પામી હતી. આ ભાગદોડમાં નાના બાળકો સહિત ઘણા લોકો દબાઈ ગયા હતા.
એક્ટર ઘટના ઘટતાં જ એરપોર્ટ પરત ફર્યો
કલ્યાણ જ્વેલર્સની ઓપનિંગ ઇવેન્ટમાં રણબીર કપુરની સિક્યોરિટીમાં 50 પોલીસ અને 40 પ્રાઈવેટ ગાર્ડને રાખવામાં આવ્યા હતા. તેમ છતાં ભીડને કાબુ રાખી શકાઈ નહોતી. ભાગદોડ મચતા કોઈ મોટી દુર્ઘટના ઘટે એ પહેલા જ રણબીર કપુર પરફોર્મન્સ આપ્યા વિના જ એરપોર્ટ પરત ફર્યો હતો. કારણ કે સ્ટાર એક્ટર કોઈ અપ્રિય ઘટનામાં પોતાને કોઈ પણ જાતની પોલીસ તપાસમાં ફસાવું પડે એ પહેલા જ એરપોર્ટ પાછો જતો રહ્યો હતો.
આ પણ વાંચો: પહેલી વાર રામ-સીતાના લૂકમાં જોવા મળ્યાં રણબીર કપૂર અને સઈ પલ્લવી, તસવીરો વાયરલ