ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારમાં ફરી દેકારો મચ્યો, સેન્સેક્સ 1190 અને નિફ્ટી 360 પોઈન્ટ તૂટ્યા

Text To Speech

મુંબઈ, 28 નવેમ્બર : શેરબજારમાં ઉતાર-ચઢાવ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આજે સવાર સુધી શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ બપોર પછી, IT શેર્સમાં વેચવાલી શરૂ થઈ અને બજાર બંધ થતાં સુધીમાં, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલાથી લાલ થઈ ગયા હતા.

શેરબજારમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળનું કારણ યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતા અને આઈટી શેરોમાં વેચવાલી, સેન્સેક્સ પોઈન્ટ અને નિફ્ટી પોઈન્ટ્સ 24 હજારના સ્તરથી નીચે આવી ગયા હતા.

સેન્સેક્સના 30માંથી આટલા શેર રહ્યા લાલ

જો આપણે સેન્સેક્સના 30 શેરના ચાર્ટ પર નજર કરીએ તો આમાંથી 29 શેર બજાર બંધ સમયે લાલ નિશાન પર પહોંચી ગયા હતા. ચાર્ટમાં એકમાત્ર સ્ટોક જે લીલા નિશાન પર બંધ થયો હતો તે એસબીઆઈનો શેર હતો, જેમાં 0.59 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

નિફ્ટી 50ના ઘણા શેર ‘રેડ’ થઈ ગયા

નિફ્ટીના 50 શેરના ચાર્ટ પર નજર કરીએ તો 4 કંપનીઓના શેર સિવાય 46 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. જે શેરોમાં નિફ્ટી 50માં વધારો જોવા મળ્યો હતો તેમાં ADANIENT, SHRIRAMFIN, SBI અને CIPLA હતા.

માર્કેટ કેપ કેટલું ઘટ્યું?

BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.1.52 લાખ કરોડ ઘટીને રૂ. 442.96 લાખ કરોડે પહોંચ્યું હતું.  IT શેરોમાં 4% જેટલો ઘટાડો થયો હતો કારણ કે યુએસ ફુગાવાના આંકડા દર્શાવે છે કે વ્યાજ દરમાં કાપની ગતિ અપેક્ષા કરતા ધીમી રહેશે.

બીજી બાજુ અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 9.3% જેટલો વધ્યા પછી જૂથે સ્પષ્ટ કર્યું કે ગયા અઠવાડિયે કરાયેલા આરોપમાં તેના મુખ્ય અધિકારીઓ પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.

અદાણીના આ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો

અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસ અનુક્રમે 9% અને 9.3% વધીને સૌથી વધુ ઉછળ્યા હતા.  અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ 8.3% વધીને રૂ.1,072ની દિવસની ટોચે પહોંચ્યો હતો.

અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી વિલ્મર અને અદાણી પોર્ટ્સના શેરમાં 5% સુધીનો ઉછાળો નોંધાયો હતો. ફરિયાદની કાર્યવાહી બાદ મંગળવાર સુધી લગભગ $34 બિલિયનનું નુકસાન સહન કર્યા બાદ બુધવારે ગ્રુપના શેરમાં લગભગ $14 બિલિયનનો વધારો થયો હતો.

આ પણ વાંચો :- હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા, મંચ પર ઈન્ડિયા બ્લોકના ઘણા નેતાઓ હાજર

Back to top button