શેરબજાર સતત 8મા દિવસે તૂટ્યું, સેન્સેક્સમાં 326 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 88 પોઇન્ટ નીચે
સ્થાનિક શેરબજારમાં ઘટાડો સતત આઠમા દિવસે પણ ચાલુ રહ્યો હતો. મંગળવારે સેન્સેક્સ 326.23 પોઈન્ટના ઘટાડા સાથે 58,962.12 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 88.75 પોઈન્ટના ઘટાડા સાથે રૂ. 17,303.95 પર આવી ગયો હતો. સેન્સેક્સમાં 0.55% અને નિફ્ટીમાં 0.51%નો ઘટાડો થયો છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 14 ટકાનો વધારો થયો હતો જ્યારે સ્પાઇસજેટના શેરમાં છ ટકાનો ઘટાડો થયો હતો.
Sensex falls 326.23 points to settle at 58,962.12; Nifty declines 88.75 points to 17,303.95
— Press Trust of India (@PTI_News) February 28, 2023
આજે આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી બેન્કિંગ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા જેવા સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ જોરદાર બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 33 શેર નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 20 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
રોકાણકારોને નુકસાન
આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને પણ નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 257.80 લાખ કરોડ થઈ ગયું છે, જે સોમવારે રૂ. 258 લાખ કરોડ હતું. એટલે કે, આજના ટ્રેડિંગ સેશનમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે. ઘટતા શેરો પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ 2.03 ટકા, રિલાયન્સ 1.99 ટકા, બજાજ ફિનસર્વ 1.77 ટકા, ઇન્ફોસિસ 1.46 ટકા, ITC. 1.40 ટકા ઘટીને બંધ રહ્યો હતો.