ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જન્માષ્ટમીના દિવસે શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર ઉછાળો, રોકાણકારો ખુશ

નવી દિલ્હી, ૨૬ ઓગસ્ટ : શ્રાવણ માસના સોમવારની સાથે જન્માષ્ટમીનો તહેવાર ભારતીય શેરબજારમાં સારા સમાચાર લઈને આવ્યો છે. આજે અઠવાડિયાના પહેલા જ દિવસે માર્કેટમાં મજબૂત શરુઆત થઈ છે. BSE નો સેન્સેક્સ 600 થી વધુ પોઈન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે NSE નો નિફ્ટી ફરી 25,000 ને પાર કરી ગયો છે.

આજે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને ભારતીય શેરબજારમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય બજારમાં આ ઉછાળો વૈશ્વિક બજારોના સારા મૂડને કારણે આવ્યો છે. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં ઘટાડો કરવાની લીલી ઝંડી આપી દીધી છે. જેના કારણે અમેરિકન માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. શેરબજારના બંને સૂચકાંકો સેન્સેક્સ-નિફ્ટીએ મજબૂત શરૂઆત કરી હતી. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી પણ 25,000ને પાર કરી ગયો હતો.

આ સમયગાળા દરમિયાન, લાર્જ કેપ કંપનીઓમાં TCS અને Bjaj Finserveના શેરમાં સૌથી વધુ ફાયદો થયો હતો. જન્માષ્ટમીના પર્વ પર જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ફેડ બાદ RBI પણ ભારતમાં રેટ કટની જાહેરાત કરી શકે છે. તેની અસર આજે બજારમાં જોવા મળશે.

સેન્સેક્સમાં નિફ્ટીમાં જાણો કેટલો છે ઉછાળો

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે જન્માષ્ટમીના અવસર પર શેરબજારમાં કારોબારની શરૂઆત તેજ ગતિએ થઈ હતી. BSE સેન્સેક્સ 302 પોઈન્ટના વધારા સાથે 81,388.26 ના સ્તર પર ખુલ્યો અને આ ટ્રેન્ડ સતત વધતો રહ્યો. સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે 10.10 વાગ્યે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 645.15 પોઈન્ટના વધારા સાથે 81,731.36 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીએસઈના 30માંથી 24 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

NSE નિફ્ટી 82 પોઈન્ટના ઉછાળા સાથે 24,906.10 ના સ્તરે ખુલ્યો અને થોડી જ વારમાં તે ફરી તોફાની ગતિએ 25,000 ની સપાટી વટાવી ગયો. સવારે 10.10 વાગ્યા સુધી તે 191.65 પોઈન્ટના વધારા સાથે 25,014ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

બજારમાં તેજી વચ્ચે જે શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. લાર્જ કેપ કંપનીઓમાં સામેલ TCSનો શેર 1.60% વધીને રૂ. 4535ને પાર કરી ગયો હતો. બજાજ ફિનસર્વ શેર 1.77%ના વધારા સાથે રૂ. 1668.80 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય મિડકેપ કંપનીઓમાં જીલેટ શેર 4% વધીને રૂ. 8795.90 અને પોલિસી બજાર શેર 3.40% વધીને રૂ. 1742 પર પહોંચ્યો હતો. સ્મોલ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ NIIT લિમિટેડનો શેર 20% વધીને રૂ. 153.90 થયો હતો.

આ પણ વાંચો : યુક્રેને રશિયા પર કર્યો 9/11 જેવો હુમલો, જોતા જ રહી ગયા પુતિન; જૂઓ વીડિયો

Back to top button