ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સ્ટોક માર્કેટ આજે ઉપરાંત એપ્રિલમાં 11 દિવસ બંધ રહેશે

Text To Speech

મુંબઇ, 31 માર્ચ, 2025: સ્ટોક માર્કેટ – ભારતીય શેરબજાર આજે (31 માર્ચ 2025) ઇદને કારણે બંધ રહેશે. ઉપરાંત એપ્રિલમાં કુલ 11 દિવસ બંધ રહેનાર છે જેમાં રજાઓ ઉપરાંત શનિરવિ પણ સામેલ છે. એપ્રિલમાં મહાવીર જયંતિ, આંબેકર જયંતિ અને ગુડફ્રાઇડે જેવા તહેવારને કારણે બંધ રહેશે.

કઇ તારીખોએ બજાર રહેશે બંધ

નેશનલ સ્ટોક એસ્કસેચેંજ (NSE)ના રજાઓની યાદી અનુસાર બીએસઇ (BSE) અને એનએસઇ એપ્રિલમાં 10, 14 અને 18 તારીખે બંધ રહેશે. આ રજાઓ મહાવીર જયંતિ, આંબેડકર જયંતિ અને ગુડફ્રાઇડેને કારણે રહેશે.
આ સિવાય બાકી 8 રજાઓ શનિવાર અને રવિવારને કારણે છે, જ્યારે સ્ટોક માર્કેટ બંધ રહે છે. શનિવાર અને રવિવારે ખાસ પરિસ્થિતિઓમાં જ બજાર ખુલે છે અને તેની એક્સચેંજ પહેલેથી જાણકારી આપે છે.

2025માં આટલા દિવસો બજાર બંધ રહેશે

આજે 31 માર્ચ 2025ના રોજ ઇદ ઉલ ફત્ર (રમાજાન ઇદ), 10 એપ્રિલે મહાવીર જયંતિ, 14 એપ્રિલે આંબેકર જયંતિ, 18 એપ્રિલે ગુડ ફ્રાઇડે, 1મેના રોજ મહારાષ્ટ્ર દિન, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિન/પારસી ન્યુ યર, 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થી, 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, 21 ઓક્ટોબરે દિવીળી લક્ષ્મી પૂજન, 22 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા, 5 નવેમ્બરે ગુરુનાનક જયંતિ અને છેલ્લે ડિસેમ્બરમાં 25મીએ નાતાલની રજા રહેશે.

આ પણ વાંચોઃ દેશભરમાં આગામી ખરીફ સિઝનથી ડિજીટલ ક્રોપ સર્વેના પ્રારંભની શક્યતા

Back to top button