બિઝનેસ

આજે શેરબજાર બંધ રહેશે, ધુળેટી 8 માર્ચે હોવા છતાં શેરબજારમાં એક દિવસ પહેલા ટ્રેડીંગ નહીં થાય

Text To Speech

શેર બજારના લેવડ-દેવડ કરનારે જાણવા જેવી બાબત છે. શેર બજારમાં હોળીની રજા હોય છે એટલે કે માર્કેટ બંધ રહેશે. નેશનલ સ્ટોક એક્ષચેન્જ એટલે NSEમાં પણ આજે એટલે કે 7 માર્ચે હોળીની રજા છે. NSEના લિસ્ટ મુજબ 7 માર્ચે મંગળવારે જ હોળીની રજા રહેશે. ત્રીજા નંબરે રામનવમીની રજા હશે જે 30 માર્ચે છે. માર્ચ મહિનામાં કુલ 10 દિવસ શેર બજાર બંધ રહેશે.

હોળી ક્યારે હશે તેણે લઈને દર વર્ષે કન્ફ્યૂઝન હોય છે. સોશિયલ મીડિયા પર આજે તે પ્રશ્ન ટ્રેન્ડમાં છે. આ વર્ષે કઈક એવી જ સ્થિતિ છે. દેશમાં મોટાભાગે હોળી 8 માર્ચે ઉજવાશે પરંતુ BSEની વેબસાઈટ પર હોળીની રજા 7 માર્ચે મંગળવારે બતાવવામાં આવી છે. એટલે કે જે દિવસે આખો દેશ હોળીના રંગોમાં રંગાતો હશે ત્યારે શેર બજારમાં ટ્રેડીંગ થતું હશે એટલેકે શેર બજાર ચાલુ હશે.

આ પણ વાંચો : શેર માર્કેટઃ પતંજલિ ફૂડ્સના રોકાણકારોને મોટો ફટકો, 7 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

સ્થાનિક બજાર હોળી તહેવાર હોવાથી 7 માર્ચે એટલે કે આજે બંધ રહેશે. કરેંસી ડેરીવેટીવ્સ સેગ્મેન્ટ, NDS-RST, ટ્રાઈ પાર્ટી, કમોડીટી ડેરીવેટીવ્સ સેગ્મેન્ટ અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ (EGR) સેગ્મેન્ટ પણ બંધ રહેશે.

માર્ચમાં 10 દિવસ બંધ રહેશે બજાર

અહી માર્ચમાં વિકેન્ડ સિવાય બે રજાઓ છે. મંગળવારે 7 તારીખે હોળી અને 30 તારીખે રામનવમી નિમિત્તે બજાર બંધ રહેશે મલ્ટી કમોડીટી એક્ષચેન્જ (MCX) અને નેશનલ કમોડીટી એન્ડ ડેરીવેટીવ્સ એક્ષચેન્જ લિમિટેડ(NCDEX)માં ટ્રેડીંગ 7 માર્ચ અને 10 માર્ચ સવારના સત્ર માટે હરાજી થશે. આ બધું જોતા સ્થાનિક શેર બજાર માર્ચ 2023માં શનિવાર અને રવિવાર સાથે કુલ 10 દિવસ બંધ રહેશે.

આ પણ વાંચો : આ અઠવાડિયામાં શેર માર્કેટ 1 ટકા જેટલું વધ્યું, જાણો અન્ય પરિસ્થિતિ

ક્યારે છે હોળી ?

વર્ષ 2023માં હોળી 7 માર્ચે ઉજવાશે. બીજા દિવસે 8 માર્ચે ધૂળેટી રહેશે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂનમની તારીખ 6 માર્ચ 2023 એ સાંજે 4 કલાકને 17 મિનિટે શરૂ થશે અને 7 માર્ચ 2023એ સાંજે 6 કલાકને 9 મિનિટે પૂર્ણ થશે.

Back to top button