સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. શેરબજારને નીચલા સ્તરેથી સારો સપોર્ટ મળ્યો છે. આજે વૈશ્વિક સંકેતો પણ મજબૂત દેખાઈ રહ્યા છે અને તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે.
સેન્સેક્સ 54100 પાર, નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો
સેન્સેકસ 362 અંકની તેજી સાથે 54113 પર ખૂલ્યો. તો નિફટી 107 અંક વધીને 16097 પર ટ્રેડ થઇ રહી છે. અમેરિકન બજારોમાં નજીવી તેજી જોવા મળી હતી. યુરોપિયન બજારમાં 1.5 ટકા સુધીની તેજી જોવા મળી. તો એશિયન માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી.