ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારે મોટી લગાવી છલાંગ: સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો

Text To Speech

નવી દિલ્હી, 18 માર્ચ: 2025: ૧૮ માર્ચે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો છે. આજે મંગળવારે શેરબજારે મોટી છલાંગ લગાવી છે. મજબૂત વૈશ્વિક સંકેતોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો, અને સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા. સવારે ૧૦:૨૯ વાગ્યે, સેન્સેક્સ ૭૮૫.૮૪ પોઈન્ટ (૧.૦૬%) વધીને ૭૪,૯૫૫.૭૯ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૨૬.૫૦ પોઈન્ટ (૧.૦૧%) વધીને ૨૨,૭૩૫.૨૫ પર બંધ રહ્યો હતો.

સોમવારે યુએસ શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો, જેનાથી રોકાણકારોને રાહત મળી. ફેબ્રુઆરી મહિનાના છૂટક વેચાણના આંકડા અપેક્ષા કરતાં સારા આવ્યા, જેના કારણે બજારમાં સકારાત્મકતા જળવાઈ રહી. બજારમાં 2,118 શેર વધ્યા, જ્યારે 411 શેર ઘટ્યા. સેક્ટોરલ મોરચે, ઓટો, બેંક, મેટલ, પાવર, ફાર્મા BSE મિડકેપ ઇન્ડેક્સમાં 0.5-1 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ઘણા મહિનાઓ સુધી સતત ઘટાડા બાદ, છેલ્લા બે દિવસથી શેરબજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. આનાથી રોકાણકારોમાં આશા જાગી છે કે શું શેરબજાર પાછું યોગ્ય માર્ગ પર આવી ગયું છે. હાલમાં સેન્સેક્સ 800થી વધુનો વધારા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. શેરબજારના તમામ 13 ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટી ઓટો, બેંકિંગ, FMCG, રિયલ્ટી અને મેટલ સૂચકાંકો લગભગ 1% વધ્યા. નિફ્ટી આઇટી, ઇન્ફ્રા અને ફાર્મા સૂચકાંકોમાં પણ 0.6%નો વધારો થયો.

આ પણ વાંચો..અમેરિકા સાથેની વેપાર સંધિની રૂપરેખા 2-3 સપ્તાહોમાં નક્કી થશે

Back to top button